બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / માયા આહિરના પુત્ર જયરાજની જેલમાં પહેલી રાત કેવી ગઈ? બે વસ્તુઓની યાદ આવી, પરિવારે કોર્ટમાં અરજી કરી
Last Updated: 05:37 PM, 26 January 2026
ભાવનગરના બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં એસઆઈટીએ માયાભાઈ આહિરના પુત્રની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. જે બાદ તેને ભાવનગર જિલ્લા જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.
ADVERTISEMENT
ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે હત્યાના પ્રયાસ જેવા ગુનામાં સીટ દ્વારા આરોપી જયરાજ આહિરના રિમાન્ડની માંગ કરવામાં આવી નહતી. તેમજ જયરાજ આહિર દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી. તે કોર્ટે જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. જે બાદ પોલીસ બંદોબસ્ત સાથે જયરાજ આહિરને જેલમાં મોકલવામાં આવ્યો હતો.
પરિવારે શું અરજી કરી
ADVERTISEMENT
જયરાજ આહિરને જેલમાં ધકેલવામાં આવ્યો છે. ત્યારે જયરાજે જેલમાં પહેલા દિવસે રાત કેવી રીતે વીતાવી તેની પોલીસ સૂત્રો દ્વારા માહિતી મળી હતી, જેમાં ભાવનગર જિલ્લા જેલની જનરલ બેરેકમાં તેને રાખવામાં આવ્યો છે. તેમજ હજુ સુધી તેને બેરેક ફાળવવામાં આવી નથી. જયરાજ આહીરના પરિવાર દ્વારા તેના માટે ગોદડા-પથારી અને ટિફિનની સુવિધા માટે અરજી કરવામાં આવી છે. તેમજ જેલમાં મળતું જમવાનું ખીચડી, શાક, રોટલી જમ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
બગદાણા કેસમાં માયાભાઇ આહીરના દીકરા જયરાજ આહિરને આજે મહુવા કોર્ટમાં જજ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. આ તરફ કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન જયરાજ આહિરે જામીન માટે અરજી કરી હતી, પરંતુ સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલી દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટએ તેની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. આ બધાની વચ્ચે હવે જયરાજ આહીરને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT

મહત્વનું છે કે, આ કેસમાં અગાઉ જયરાજ આહિર SIT (Special Investigation Team) સમક્ષ હાજર થયા હતા અને તેમની બે વખત પૂછપરછ કરવામાં આવી હતી. જો કે આજે કોર્ટમાં તેની પોલીસ રિમાન્ડ માટે કોઈ માંગ કરવામાં આવી ન હતી. રિમાન્ડ ન માગવામાં આવતા અને જામીન અરજી રદ થતા અંતે કોર્ટના આદેશ અનુસાર જયરાજ આહિરને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે, આજે જયરાજ આહિરને રેન્જ આઈજી કચેરીથી કડક પોલીસ બંદોબસ્ત સાથે મહુવા કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન સુરક્ષાની દૃષ્ટિએ યોગ્ય વ્યવસ્થા રાખવામાં આવી હતી. કોર્ટના નિર્ણય બાદ હવે જયરાજ આહિર જેલમાં મોકલવામાં આવ્યા છે.

ADVERTISEMENT
શું છે આરોપ?
નવનીત બાલધિયાએ આરોપ લગાવ્યો છે કે, તેમના પર થયેલા હુમલાની પાછળ જયરાજ આહિરની ભૂમિકા છે. માત્ર એટલું જ નહીં, તેમના પર માર મારવાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. હાલ SIT આ તમામ આરોપોની વિગતવાર તપાસ કરી રહી છે. જયરાજ આહિર લોકપ્રિય લોકકલાકાર અને સામાજિક રીતે જાણીતા ચહેરા માયાભાઈ આહિરના પુત્ર છે. આ કારણે આ કેસ માત્ર કાનૂની જ નહીં પરંતુ સામાજિક અને રાજકીય ચર્ચાનો વિષય પણ બની ગયો છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે સાચી હકીકત બહાર આવશે. આ કેસ પર સમગ્ર રાજ્યની નજર ટકી છે. આ તપાસના ભાગરૂપે SITએ બગદાણાના રામભાઈ વાળા અને મહુવાના ચેતન ઉર્ફે આપા સોનીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. બંનેની લગભગ બે થી અઢી કલાક સુધી વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ પૂર્ણ થયા બાદ બંને વ્યક્તિઓ મીડિયા સામે આવ્યા હતા, પરંતુ તેમણે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું અને મૌન જાળવ્યું છે.
ADVERTISEMENT

અગાઉ નવનીત બાલધિયાની પણ પૂછપરછ
આ પહેલા SIT દ્વારા નવનીત બાલધિયાને પણ IG ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં તેમની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાક્રમ અંગે વિસ્તૃત માહિતી લેવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ SIT કોઈ પણ દોષિત બચી ન જાય તે માટે દરેક પુરાવા અને નિવેદનનું બારીકાઈથી વિશ્લેષણ કરી રહી છે.
આ પણ વાંચોઃ સુરતમાં સેક્સવર્ધક ગોળીઓ ખાઈને ક્રૂરતા આચરતાં પત્નીએ પતિને ઝેર આપ્યું, દફનવિધિએ ખોલ્યું હત્યાનું રહસ્ય
સમગ્ર વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
આ સમગ્ર મામલાની શરૂઆત એક ભજન કાર્યક્રમ દરમિયાન થયેલી જાહેરાતથી થઈ હતી. 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ યોગેશભાઈ સાગરને “મેનેજિંગ ટ્રસ્ટી” તરીકે ઉલ્લેખ કર્યો હતો. આ વાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને ટકોર કરી હતી કે બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, માત્ર ટ્રસ્ટીઓ જ છે. બાદમાં માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગતો વીડિયો નવનીત બાલધિયાને મોકલ્યો હતો, જે પણ સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ થયો હતો. આ પછી ઘટનાઓએ વળાંક લીધો અને મામલો મારામારી સુધી પહોંચ્યો. હાલ આ કેસે સ્થાનિક તેમજ રાજકીય સ્તરે પણ ભારે ચર્ચા જગાવી છે. હવે સૌની નજર SITની તપાસ અને આગામી કાર્યવાહી પર ટકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.