બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં સેક્સવર્ધક ગોળીઓ ખાઈને ક્રૂરતા આચરતાં પત્નીએ પતિને ઝેર આપ્યું, દફનવિધિએ ખોલ્યું હત્યાનું રહસ્ય
Last Updated: 05:28 PM, 26 January 2026
Surat Crime News: સુરતના લિંબાયત વિસ્તારમાં ક્રૂરતા આચરતા પતિને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યાની ચકચારી ઘટના સામે આવી છે. હત્યા પાછળનું મુખ્ય કારણ પતિ દ્વારા સેક્સવર્ધક દવાઓ લઇ પછી અસહ્ય શારીરિક ત્રાસ અપાતા પત્નીએ આ પગલું ભર્યુ હતું. લિંબાયત પોલીસે આ મામલે પત્ની ઈશરત જહાન વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ADVERTISEMENT
પત્નીએ ગત 1લી જાન્યુઆરીએ રાત્રીના સુમારે હૈદરઅલીને હળદરવાળા દૂધમાં ઝેરી દવા ભેળવી આપી દીધી હતી. જેની અસર ધીરેધીરે શરીરમાં થતા ત્રણ દિવસ પછી પતીની તબિયત બગડવા લાગતા તેને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં આ એક સામાન્ય બીમારીથી મૃત્યુ થયું હોવાનું નાટક પત્નીએ રચ્યું હતું.

ADVERTISEMENT
વિવાદ થતા સમગ્ર મામલો સામે આવ્યો
મૃતકનો ભાઈ હૈદરઅલીની લાશને બિહારના પૂર્વી ચંપારણ ખાતેના તેમના વતનમાં લઈ જઈ દફનવિધિ કરવા માંગતો હતો. જોકે પત્ની ઈશરત જહાન જીદ પર અડી હતી કે દફનવિધિ સુરતમાં જ કરવામાં આવે. જેને લઇ મૃતકના ભાઈને શંકા ગઈ તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે લાશનું પીએમ કરાવતા રિપોર્ટમાં મૃત્યુ માત્ર ઝેરથી નથી થયું, પરંતુ મૃતકનું ગળું અને છાતી દબાવવામાં આવી હતી. તેવું આવ્યુ હતું. જેને લઇ પોલીસે કડકાઇ કરતા હૈદરઅલીની પત્નીએ કબૂલ્યું કે ઝેર આપ્યા બાદ તેનું ગળું અને છાતી દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ કચ્છમાં નજીવી બાબતે પાડોશીએ વ્યક્તિને જીવતો સળગાવી દીધો, નિપજ્યું મોત
ADVERTISEMENT
પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી
મૃતક હૈદરઅલી મુંબઈમાં નોકરી કરતો હતો અને મહિને એકાદવાર સુરત આવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ પતિ દ્વારા સેક્સવર્ધક દવાઓ ખાઈને કરવામાં આવતી હેવાનીયત આ હત્યાનું મુખ્ય કારણ બની છે. હાલ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.