બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:25 PM, 26 January 2026
કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં એક સામાન્ય વાતને લઈને માનવતા શર્મસાર થાય તેવું કૃત્ય થયું છે. નજીવી તકરાર બાદ પાડોશીએ જ એક વ્યક્તિએ જ્વલનશીપ પદાર્થ છાંટીને જીવતો સળગાવી દીધો છે. આ ઘટનામાં ગંભીર રીતે દાઝેલા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે.
ADVERTISEMENT
કચ્છના ગાંધીધામના રોટરીનગર સેક્ટર 14 વિસ્તારમાં બનેલી આ ઘટનામાં મૃતકનું નામ કરશન મહેશ્વરી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે પાડોશી વચ્ચે ઓટલા પર બેસવાની સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી ત્યાર પછી આ વાત ઉગ્ર બની ગઈ હતી. આ દરમિયાન ત્રણ મહિલા અને એક પુરુષે કરશન મહેશ્વરી પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દીધી હતી. ગાંધીધામ પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં પ્રેમીલા માતંગ, અંજુ માતંગ અને ચીમનારામ મારવાડીની ધરપકડ કરી લીધી છે. જો કે મુખ્ય આરોપી મંજુ મહેશ્વરી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તેની શોધખોળ માટે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
ADVERTISEMENT
શું સામાન્ય ઓટલા પર બેસવાની બાબત એટલી મોટી બની શકે કે કોઈની હત્યા કરી દેવામાં આવે? આવી ક્રૂરતા દાખવનાર આરોપીઓ પર કડક કાર્યવાહી ક્યારે થશે? શું આરોપીઓને કોઈ મોટા માથાનો સપોર્ટ છે? અને સૌથી મહત્વનું પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે?

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નગર નિગમોના વિકાસ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 152 નગરપાલિકાઓને થશે ફાયદો
ADVERTISEMENT
હાલ ગાંધીધામ પોલીસ સમગ્ર મામલે તપાસ આગળ ધપાવી રહી છે અને ફરાર આરોપીની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. સમગ્ર કચ્છમાં આ ઘટનાએ કાયદો-વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.