બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નગર નિગમોના વિકાસ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 152 નગરપાલિકાઓને થશે ફાયદો
Last Updated: 12:53 PM, 26 January 2026
Gujarat Municipal Development: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓના વિકાસ માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગર નિગમો અને નગરપાલિકાઓને પાયાની સુવિધાઓ માટે સરકારી જમીન વિના મૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી રાજ્યભરમાં સ્થાનિક વિકાસને નવી ગતિ મળશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ નગરપાલિકાઓને હવે ફાયર સ્ટેશન, આંગણવાડી, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટાઉન હોલ સહિત કુલ 11 પ્રકારની પાયાની સુવિધાઓ માટે જમીન ખરીદવા કોઈ રકમ ચૂકવવી પડશે નહીં. અગાઉ આ પ્રકારની જમીન માટે નગરપાલિકાઓને જંત્રી દરના 25% થી 50% જેટલી રકમ ભરવી પડતી હતી. જેમાંથી હવે સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ મહત્વપૂર્ણ નિર્ણયના કારણે રાજ્યની કુલ 152 નગરપાલિકાઓને સીધો ફાયદો થશે. જમીન ખરીદી પર થતો મોટો ખર્ચ બચતા નગરપાલિકાઓ હવે વધુ વિકાસકામો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. પરિણામે નગર વિસ્તારોમાં ઝડપી વિકાસ અને નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
નગરપાલિકાઓ પર પડતો આર્થિક ભારણ ઘટતા હવે આંગણવાડી, ફાયર સ્ટેશન, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ જેવી જરૂરી સેવાઓ સરળતાથી ઊભી કરી શકાશે. આ નિર્ણયથી નાગરિક સુવિધાઓમાં વધારો થશે અને શહેરી વિસ્તારોની જીવન ગુણવત્તામાં સુધારો આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને સ્થાનિક સ્વરાજ્યને મજબૂત બનાવનાર પગલું માનવામાં આવી રહ્યું છે. નગરપાલિકાઓને વધુ સ્વતંત્રતા અને આર્થિક રાહત મળવાથી શહેરી વિકાસમાં નવી ઊર્જા જોવા મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.