બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / જમીનથી શિખર સુધી, સ્વિમિંગ પૂલથી દરિયા સુધી, ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી

જય હિન્દ / જમીનથી શિખર સુધી, સ્વિમિંગ પૂલથી દરિયા સુધી, ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી

Priykant Shrimali

Last Updated: 11:37 AM, 26 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Republic Day 2026 : દરિયાથી લઈને મંદિરના શિખર સુધી: ગુજરાતમાં અનોખી રીતે ઉજવાયો 77મો પ્રજાસત્તાક દિવસ, અહીં જુઓ Video

Republic Day 2026 : 26 જાન્યુઆરીએ સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવભેર કરવામાં આવી. રાજ્યના વિવિધ શહેરોમાં પરંપરાગત ધ્વજવંદન સાથે સાથે કેટલીક જગ્યાએ પ્રજાસત્તાક પર્વની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી જોવા મળી, જે સૌના માટે યાદગાર બની.

પોરબંદરમાં મધદરિયે ધ્વજવંદન, યુવાનોનો અનોખો દેશપ્રેમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની. અહીં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના તરવૈયાઓએ ઘૂઘવતા દરિયામાં, કડકડતી ઠંડી વચ્ચે મધદરિયે ધ્વજવંદન કરીને દેશપ્રેમની અનોખી ઝલક રજૂ કરી. વહેલી સવારે દરિયામાં ઉતરી 100થી વધુ યુવક-યુવતીઓએ તિરંગો લહેરાવી અને રાષ્ટ્રગીત ગાઈને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી.

ઉલ્લેખનિય છે કે, શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ છેલ્લા 25 વર્ષથી 26 જાન્યુઆરી અને 15 ઑગસ્ટના દિવસે સમુદ્રમાં ધ્વજવંદનની પરંપરા જાળવી રહી છે. આ પહેલનો મુખ્ય હેતુ યુવાનોમાં સમુદ્રનો ભય દૂર કરવો અને તેમને તરણ તથા સાહસિક પ્રવૃત્તિઓ સાથે જોડવાનો છે. જીવને જોખમમાં મૂકીને પણ યુવાનો દ્વારા દર્શાવેલો આ ઉત્સાહ દેશ પ્રત્યેની ગાઢ લાગણી વ્યક્ત કરતો હતો.

દ્વારકાધીશ મંદિરે શાનથી લહેરાયો તિરંગો

ધાર્મિક નગરી દ્વારકામાં પણ 77માં પ્રજાસત્તાક પર્વની ભાવસભર ઉજવણી કરવામાં આવી. જગત મંદિરમાં મંદિરના શિખર પાસે ત્રિરંગો શાનથી લહેરાવવામાં આવ્યો. મંદિરની ટોચે ઘુમ્મટની બાજુમાં લહેરાતો રાષ્ટ્રધ્વજ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતિક બની રહ્યો. ભક્તો માટે આ ક્ષણ ગૌરવ અને ભાવનાથી ભરેલી રહી.

આ પણ વાંચો : પોલીસના દિલધડક સ્ટંટથી લઇને...! વાવ–થરાદ જિલ્લામાં કરાઇ 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

વડોદરામાં સ્વિમિંગ પુલમાં દેશભક્તિની ઝલક

વડોદરામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પણ અનોખી રીતે કરવામાં આવી. અહીં સ્વિમિંગ પુલમાં નાના બાળકો થી લઈને યુવા તરવૈયાઓએ હાથમાં તિરંગો લઈને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી. દેશભક્તિના રંગે રંગાયેલા યુવાઓએ પાણીમાં ઉતરી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો. આ દૃશ્યે હાજર લોકોમાં દેશ માટેનો ગર્વ અને ઉત્સાહ વધુ મજબૂત કર્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Republic Day Vadodara Swimming Pool Porbandar Sea Flag Hoisting
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ