બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોલીસના દિલધડક સ્ટંટથી લઇને...! વાવ–થરાદ જિલ્લામાં કરાઇ 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

Republic Day 2026 / પોલીસના દિલધડક સ્ટંટથી લઇને...! વાવ–થરાદ જિલ્લામાં કરાઇ 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

Priykant Shrimali

Last Updated: 10:57 AM, 26 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Republic Day 2026 Vav Tharad : વાવ-થરાદ જિલ્લામાં પ્રથમવાર રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક પર્વ, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

Republic Day 2026 Vav Tharad : દેશભરમાં 26 જાન્યુઆરીએ 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત માટે આ દિવસ ખાસ રહ્યો છે. કારણ કે આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું યજમાનપદ નવરચિત વાવ-થરાદ જિલ્લાને મળ્યું છે. જિલ્લાવાસીઓ માટે આ ક્ષણ ગૌરવ અને આનંદથી ભરેલી બની છે. આ દરમિયાન આજે અહીં રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહીતના દિગ્ગજો હાજર રહ્યા હતા.

વાવ-થરાદ જિલ્લામાં પ્રથમવાર રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક પર્વ

રાજ્યકક્ષાના આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના વરદ હસ્તે તિરંગો લહેરાવીને પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. ધ્વજવંદન સમયે આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા સમગ્ર માહોલ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો.

ધ્વજવંદન બાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા શિસ્તબદ્ધ પરેડ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાની ઉજવણીમાં ગુજરાત પોલીસના આશરે 1600 જેટલા જવાનોએ 22 પ્લેટૂનમાં ભાગ લઈને પોતાની શિસ્ત, એકતા અને કાર્યક્ષમતાનો પરિચય આપ્યો હતો. પરેડ દરમિયાન જવાનોના સંયમિત પગલાં અને ઉત્સાહે ઉપસ્થિત લોકોમાં દેશપ્રેમની લાગણી વધુ પ્રબળ બનાવી હતી.

આ પણ વાંચો : જગદીશ વિશ્વકર્માથી લઇને હર્ષ સંઘવીએ કર્યું ધ્વજવંદન, લહેરાવ્યો તિરંગો, કર્યું સંબોધન

મુખ્યમંત્રીએ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ આપી

સૌ નાગરિકોને 77મા પ્રજાસત્તાક પર્વની અનેકાનેક શુભકામનાઓ. આ પાવન અવસરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર ક્રાંતિવીરો અને ભારતીય લોકશાહીના પાયા સમાન બંધારણના ઘડવૈયાઓને વંદન. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત @ 2047' ના લક્ષ્ય તરફ દેશ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. આવો, આપણે સૌ એકતા અને સમરસતાના તાંતણે બંધાઈને 'રાષ્ટ્ર પ્રથમ' ની ભાવના સાથે બંધારણીય મૂલ્યોને આત્મસાત કરીએ અને ભારતને વિશ્વના શિખર સ્થાને બિરાજમાન કરવાના પુરુષાર્થમાં સહભાગી બનીએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Flag Hoisting Vav-Tharad District Republic Day
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ