બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / જગદીશ વિશ્વકર્માથી લઇને હર્ષ સંઘવીએ કર્યું ધ્વજવંદન, લહેરાવ્યો તિરંગો, કર્યું સંબોધન
Last Updated: 10:23 AM, 26 January 2026
Republic Day 2026 : દેશભરમાં આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે કરવામાં આવી. આ અવસરે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ શાનદાર કાર્યક્રમો યોજાયા, જેમાં લોકોમાં દેશપ્રેમ અને એકતાનો ભાવ સ્પષ્ટ જોવા મળ્યો.
ADVERTISEMENT
ગાંધીનગરમાં રાજ્યસ્તરીય ઉજવણી
ગાંધીનગરના કમલમ ખાતે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી. ધ્વજવંદન બાદ પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે, આજે ભારતના નાગરિકો “વિકસિત ભારત”ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે.
ADVERTISEMENT
LIVE: 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ શ્રી @IJagdishBJP જીની અધ્યક્ષતામાં ધ્વજવંદન સમારોહ
— BJP Gujarat (@BJP4Gujarat) January 26, 2026
સ્થળ: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્', કોબા, ગાંધીનગર https://t.co/kTxWaXOuc5
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત અને સમગ્ર દેશ વિકાસની નવી ઊંચાઈઓએ પહોંચ્યો છે.તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરતા કહ્યું કે, રાજ્ય સરકાર સંપૂર્ણ નિષ્ઠાથી વિકાસની દિશામાં કાર્ય કરી રહી છે.
ADVERTISEMENT

જગદીશ વિશ્વકર્માએ પોતાના ભાષણમાં વધુમાં જણાવ્યું કે, આજે ભારત તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે. ખાસ કરીને રક્ષા ક્ષેત્રે દેશ આત્મનિર્ભર બન્યો છે, જે દરેક ભારતીય માટે ગૌરવની બાબત છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી દેશની સુરક્ષા અને એકતા વધુ મજબૂત બની છે અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર થવાથી ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.
ADVERTISEMENT
Live: પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમ. https://t.co/lAQX9vVDQZ
— Harsh Sanghavi (@sanghaviharsh) January 26, 2026
ADVERTISEMENT
અમદાવાદમાં પોલીસ વિભાગ દ્વારા ભવ્ય કાર્યક્રમ
અમદાવાદના મકરબા સ્થિત ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ખાસ ઉપસ્થિતિ રહી. કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય જિલ્લા પોલીસના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ કરી અને રાષ્ટ્રને સલામી આપી. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકો પણ ભાગ લઈને દેશભક્તિની ઝલક રજૂ કરી. સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.