બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હોટેલ Wi-Fi બન્યું હેકર્સનું હથિયાર! ફેક લોગિનથી થઈ શકે તમારી જાસૂસી

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / હોટેલ Wi-Fi બન્યું હેકર્સનું હથિયાર! ફેક લોગિનથી થઈ શકે તમારી જાસૂસી

Last Updated: 11:19 AM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમે હોટેલ અથવા પબ્લિક પ્લેસનું Wi-Fi વાપરો છો તો સાવધાન રહેવાની જરૂર છે. માઇક્રોસોફ્ટે મુસાફરોને નવા સાયબર હુમલાને લઈને ચેતવણી આપી છે.

1/6

photoStories-logo

1. હોટેલ Wi-Fi બન્યું હેકર્સનું હથિયાર!

માઇક્રોસોફ્ટના જણાવ્યા પ્રમાણે હેકર્સ હોટેલ અને અન્ય જાહેર Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરીને લોકોને નિશાન બનાવી રહ્યા છે.આ હુમલામાં યુઝર્સને ફેક લોગિન પેજ અને ખતરનાક વેબસાઇટ પર લઈ જવામાં આવી શકે છે.કેટલાક કિસ્સામાં ફેક સોફ્ટવેર અથવા બ્રાઉઝર અપડેટના નામે ડિવાઇસમાં માલવેર ઇન્સ્ટોલ કરાવવામાં આવી શકે છે.આ માલવેર ડિવાઇસમાં રહેલી મહત્વની માહિતી ચોરી કરવાની સાથે હેકર્સને રિમોટ એક્સેસ પણ આપી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. હોટેલ Wi-Fiથી આવી રીતે થઈ શકે છે સાયબર એટેક

માઇક્રોસોફ્ટ થ્રેટ ઇન્ટેલિજન્સ મુજબ મે 2026ની શરૂઆતથી હોટેલ અને અન્ય હૉસ્પિટાલિટી નેટવર્કમાં આ પ્રકારની ગતિવિધિ જોવા મળી છે. હોટેલ ઉપરાંત કોન્ફરન્સ સેન્ટર અને એવી જાહેર જગ્યાઓના Wi-Fi નેટવર્કને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે જ્યાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા પહેલા લોગિન કરવું પડે છે અથવા નિયમો સ્વીકારવા પડે છે. હેકર્સ DNS અને વેબ ટ્રાફિકમાં ફેરફાર કરીને યુઝરને ફેક માઇક્રોસોફ્ટ લોગિન પેજ અથવા ખતરનાક વેબસાઇટ પર લઈ જઈ શકે છે. આ રીતે પાસવર્ડ અને અન્ય એકાઉન્ટની માહિતી જોખમમાં આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ફેક સોફ્ટવેર અપડેટના નામે ડિવાઇસમાં ઘૂસી રહ્યા છે હેકર્સ

હેકર્સ ફેક સોફ્ટવેર અને બ્રાઉઝર અપડેટ સ્ક્રીનનો પણ ઉપયોગ કરી રહ્યા છે. યુઝરના કમ્પ્યુટર પર Windows, બ્રાઉઝર અથવા સિક્યોરિટી સોફ્ટવેરનું અપડેટ જરૂરી હોવાનું બતાવવામાં આવે છે. ત્યારબાદ યુઝરને સ્ક્રીન પર આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવા માટે કહેવામાં આવે છે. જો યુઝર આ પ્રક્રિયામાં ખતરનાક ફાઇલ ડાઉનલોડ કરે છે તો ડિવાઇસમાં માલવેર ઇન્સ્ટોલ થઈ શકે છે. માઇક્રોસોફ્ટે આ અભિયાનમાં Cornflake નામના Windows આધારિત Remote Access Trojanની હાજરી પણ શોધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. Cornflake માલવેરથી ચોરાઈ શકે છે મહત્વનો ડેટા

Cornflake એક ખતરનાક માલવેર છે જે Go પ્રોગ્રામિંગ ભાષામાં તૈયાર કરવામાં આવ્યો છે. માઇક્રોસોફ્ટના જણાવ્યા પ્રમાણે તે સંક્રમિત કમ્પ્યુટરમાંથી ફાઇલો પાસવર્ડ અને સેશન સાથે જોડાયેલી માહિતી એકઠી કરી શકે છે. આ ઉપરાંત તે કીબોર્ડ પર દબાવવામાં આવતી કીઝને રેકોર્ડ કરી શકે છે અને કનેક્ટેડ ડિવાઇસ પર નજર રાખી શકે છે. માલવેર ઓડિયો અને વીડિયો મોનિટરિંગ સાથે હેકર્સને સિસ્ટમનો રિમોટ એક્સેસ પણ આપી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. Android યુઝર્સે પણ રાખવી પડશે ખાસ સાવચેતી

આ ખતરો માત્ર Windows કમ્પ્યુટર સુધી મર્યાદિત રહે તે જરૂરી નથી. માઇક્રોસોફ્ટને એવા સંકેતો પણ મળ્યા છે કે આ પ્રકારની ટેકનિકનો ઉપયોગ Android યુઝર્સને નિશાન બનાવવા માટે થઈ શકે છે. કેટલાક ખતરનાક વેબ પેજ Android યુઝર્સને APK ફાઇલ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવા માટે કહી શકે છે. અજાણી વેબસાઇટ પરથી આવી ફાઇલ ઇન્સ્ટોલ કરવાથી ફોનમાં ખતરનાક સોફ્ટવેર આવી શકે છે. તેથી જાહેર Wi-Fiનો ઉપયોગ કરતી વખતે Android યુઝર્સે પણ કોઈપણ અજાણી ફાઇલ ઇન્સ્ટોલ કરતા પહેલા ખાસ સાવચેતી રાખવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કોર્પોરેટ મુસાફરોને બનાવવામાં આવી રહ્યા છે નિશાન

માઇક્રોસોફ્ટના જણાવ્યા પ્રમાણે આ અભિયાનમાં ખાસ કરીને કોર્પોરેટ મુસાફરોને નિશાન બનાવવામાં આવતા હોવાના સંકેત મળ્યા છે. હોટેલ અને જાહેર Wi-Fi દ્વારા હેકર્સ કામ સાથે જોડાયેલા એકાઉન્ટ અને ડિવાઇસ સુધી પહોંચવાનો પ્રયાસ કરી શકે છે. મુસાફરી દરમિયાન અચાનક દેખાતી લોગિન વિન્ડો અથવા સોફ્ટવેર અપડેટના મેસેજ પર તરત વિશ્વાસ ન કરવો જોઈએ. માઇક્રોસોફ્ટે મુસાફરો અને સંસ્થાઓને જાહેર Wi-Fiનો ઉપયોગ કરતી વખતે સતર્ક રહેવાની સલાહ આપી છે. કંપની આ અભિયાનની તપાસ Anthropic અને OpenAI સહિતના સુરક્ષા ભાગીદારો સાથે કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Microsoft Alert Cornflake Malware Hotel WiFi Cyber Attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ