બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / રાજકોટ / Hot nuggets for Rs 5, free if you don't have money: Special offer here for senior citizens in Rajkot every Sunday, says Trust first thought of putting banks but later..

સેવાયજ્ઞ / 5 રૂપિયામાં ગરમા-ગરમ ગાંઠિયા, પૈસા ન હોય તો મફત: દર રવિવારે રાજકોટમાં વૃદ્ધો માટે અહીં ખાસ ઓફર, ટ્રસ્ટે કહ્યું પહેલા બાંકડા મૂકવા વિચાર્યું પણ પછી..

Vishal Khamar

Last Updated: 05:30 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સન્ડે ના ગાંઠિયા ની મોજ એટલે સેકન્ડ ઇનિંગ. ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ એટલે વૃદ્ધોનું પોતાનું ઘર, અહિંયા 5 રૂપિયામાં પ્રેમથી ખવડાવવામાં આવે છે ગાઠીયા.., એ પણ ગરમા ગરમ.5 રૂપિયા ન હોય તો પણ કોઈ ને . ના ..નહીં...

  • રાજકોટનુ ગીતા ચેરીટબલ ટ્રસ્ટ વૃદ્ધ લોકોનો સહારો બન્યું
  • વૃદ્ધોને દર રવિવારે ગરમાગરમ ગાઠીયા ખવડાવવામાં આવે છે 
  • વૃદ્ધો માટે રાહત દરે જમવાનું તેમજ ટીફીન પણ આપવામાં આવે છે

 જો કોઈ ભુખ્યાનું પેટ ઠારવામાં આવે તો એનાથી વિશેષ એક પણ સેવા નથી.એટલે જ કહેવાય છે કે ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપવુ એ સૌથી મોટુ દાન છે.એમાંય જો રાજકોટ વાસીઓ ને ગાંઠિયા મળે તો એટલે વાત જ પુરી ગાંઠિયા અને રાજકોટ એક બીજા ના પર્યાય છે. ત્યારે રાજકોટનુ ગીતા ચેરીટબલ ટ્રસ્ટ વૃદ્ધ લોકોનો સહારો બન્યું છે.અહિંયા વૃદ્ધોને દર રવિવારે 5 રૂપિયામાં ગરમાગરમ ગાઠીયા ખવડાવવામાં આવે છે.એવુ નથી કે અહિંયા 5 રૂપિયા આપવા જરૂરી છે.તમે પૈસા નહીં આપો તો પણ અહિંયા ગાઠિયા ખાવા દેવામાં આવે છે.

અહિંયા લોકોને રાહત દરે જમાડવામાં પણ આવે છે.. લોકો અહિંયા માત્ર 50 રૂપિયામાં અનલિમિટેડ જમી શકે છે.આ સાથે જ વૃદ્ધોને ઘરે બેઠા ફ્રીમાં ટિફિન પણ આપવામાં આવે છે. જે લોકો નિસહાય અને કામ કરી ન શકતા હોય તેવા વૃદ્ધોને ફ્રીમાં જમાડવામાં આવે છે.

ગીતા ચેરિટબલ ટ્રસ્ટનો સ્ટાફ પણ લોકોને હોંશે હોંશે અને પ્રેમભાવથી ખવડાવે છે.અને અહિંયા આવતા વૃદ્ધો પણ ઘર સમજીને જ અહિંયા પ્રેમભાવથી જમે છે.ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ મવડી ચોકડી પાસે આવેલી સંજીવની હોસ્પિટલમાં તેનુ આ રસોડુ કાર્યરત છે.જ્યાં તમે આરામથી ગરમાગરમ ગાઠીયાની મજા માણી શકો છો.

ગીતા ચેરિટબલ ટ્રસ્ટના સભ્ય ગોવિંદભાઈ રાણપરિયાએ જણાવ્યું કે અમારે તો સેવા કરવી છે.એટલે પહેલા એવુ થયું કે વડિલો માટે બગીચામાં બાકડા મુકવામાં આવે પણ પછી થયું કે થોડા સમય પછી એ પણ ખરાબ થઈ જશે.એટલે અમે વૃદ્ધોનું પેટ ઠારવાનું નક્કી કર્યું.જેથી અહિંયા દર રવિવારે અમે વડિલોને ગરમા ગરમ ગાઠિયા ખવડાવવાનું નક્કી કર્યું અને રસોડું ચાલુ કર્યું.

જેમ જેમ વડીલોને ખબર પડવા લાગી તેમ તેમ તેઓ આવવા લાગ્યા.અહિંયા વડિલોને માતા-પિતા ગણીને જ સ્ટાફ તેને પ્રેમ ભાવથી જમાડે છે.આ માવતરને ખરાબ ન લાગે તે માટે અહિંયા બધુ જ કરવામાં આવે છે.જેથી તેઓ આનંદ અને મોજથી ગાઠિયા ખાવા આવે.

જ્યારે વડિલોને ગાઠિયા ખવડાવવાનું શરૂ કર્યું ત્યારે પહેલા એટલા લોકોને ખબર ન હતી. પણ પછી ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બગીચાઓ અને મંદિરોમાં જઈને વૃદ્ધોને અહિંયા લાવવામાં આવતા પછી પેપરમાં પેમ્પલેટ નખાવામાં આવતા જેથી વધુમાં વધુ લોકોને ખબર પડે.આમ ધીમે ધીમે સંખ્યા વધવા લાગી.હજુ પણ સંખ્યા વધારવાનું ગીતા ચેરિટેબલ ટ્રસ્ટનું લક્ષ્ય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Geeta Charitable Trust Own Home for the Elderly rajkot ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ વૃદ્ધોનું પોતાનું ઘર rajkot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ