બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / horoscope on second day of navratri learn about puja and mantra

આજનો દિવસ / અગત્યનાં નિર્ણયો લેતા પહેલા કરજો વિચાર, આ રાશિનાં જાતકોને ભાગ્યોદયની તક, મંત્રજાપ કરવાથી માતાજી થશે પ્રસન્ન

Published By: Mayur

Last Updated: 08:45 AM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે માતાજીનું બીજું નોરતું, આજનાં દિવસે માતાજીને કુમકુમ મિશ્રિત જળથી અભિષેક કરો, જાણો કયા મંત્રનાં જાપ કરવાથી મળશે મોટું પુણ્ય

આજનું પંચાંગ
27 09 2022 મંગળવાર
માસ આસો
પક્ષ શુક્લ
તિથિ બીજ
નક્ષત્ર ચિત્રા
યોગ બ્રહ્મ સવારે 6.42 પછી ઈન્દ્ર
કરણ બાલવ બપોરે 2.50 પછી કૌલવ
રાશિ કન્યા (પ.ઠ.ણ.) સાંજે 6.16 પછી તુલા (ર.ત.)

શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.52 થી સાંજે 5.33 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)
--------------------------------------
મેષ  (અ.લ.ઈ.)  
નોકરીયાત વર્ગને શાંતિ જણાશે
કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે 
વિવાદિત કાર્યોથી દૂર રહેવું
તબિયત બાબતે કાળજી રાખવી

વૃષભ (બ.વ.ઉ.) 
સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે
દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે
કામકાજમાં ઓછો સહયોગ મળશે
ધંધા-વેપારમાં સાચવીને કામ કરવું

મિથુન  (ક.છ.ઘ.) 
કામના ભારને હળવો કરી શકશો
સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે
સહકર્મચારીઓનો સહયોગ મળશે
પારિવારિક પ્રશ્નોમાં હળવાશ અનુભવશો

કર્ક (ડ.હ.) 
યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી
નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે
પદ અને પરિવારને સરખું મહત્વ આપો

સિંહ (મ.ટ.) 
આવકના નવા સાધનો મળશે 
સમસ્યાઓમાં સમાધાન મળશે
વિરોધીઓથી પરેશાની વધશે
કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં

કન્યા  (પ.ઠ.ણ.) 
ધર્મકાર્ય માટે બહાર જવું પડે
સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે
આજે ઉત્તમ આનંદ મેળવી શકશો
ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે

તુલા  (ર.ત.) 
કામકાજમાં અનુકૂળતા જણાશે
તબિયત બાબતે કાળજી રાખવી
કામ વધારે છત્તાં આનંદ જણાશે 
મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે

વૃશ્ચિક (ન.ય.) 
રોકાયેલા કાર્યો પૂરાં થશે
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે 
જમીન-વાહન લે-વેચથી લાભ જણાશે
ધંધામાં મહેનત વધારે કરવી પડશે

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં
વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી
સગા-સંબંધીઓમાં તણાવ જણાશે
પારિવારિક સંબંધોમાં સાચવીને કામ કરવું

મકર  (ખ.જ.) 
વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે
થોડી બેચેની અને કામની ચિંતા રહેશે
અગત્યના નિર્ણયો સાચવીને કરવા
કામકાજમાં સંભાળીને કરવું

કુંભ  (ગ.શ.ષ.સ.) 
કામમાં નવા અવસરો મળશે
સંપત્તિ સંબંધી વિવાદોમાં સફળતા મળશે
ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે
દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થશે

મીન  (દ.ચ.ઝ.થ.) 
મહત્વના કાર્યોમાં સફળતા, સહયોગ મળશે
વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો
સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી
જીવનસાથી સાથે મતભેદ જણાશે

માં બ્રહ્મચારિણીની પૂજા વિધિ 

નવરાત્રીના બીજા દિવસે માં દુર્ગાના બીજા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સવારે ઉઠી બધા કામ પતાવીને સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરી લો. ત્યારબાદ માં દુર્ગાનુ સ્મરણ કરો. જો તમે કળશની સ્થાપના કરી છે તો તેની પૂજા વિધિવત રીતે કરો. ત્યારબાદ માં દુર્ગા અને તેના સ્વરૂપ માં બ્રહ્મચારિણીની પૂજા કરો. સૌથી પહેલા માંને જળ અર્પણ કરો. ત્યારબાદ ફૂલ, માળા, રોલી, સિંદૂર ચઢાવો. પછી એક પાનમાં સોપારી, લવિંગ, ઈલાયચી, પતાસા અને સિક્કો રાખીને ચઢાવો. પછી પ્રસાદમાં મિઠાઈ વગેરે ખવડાવી દો. ત્યારબાદ ઘીનો દીવો અને અગરબતી પ્રગટાવો અને દુર્ગા ચાલીસાની સાથે દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. ત્યારબાદ હાથમાં એક ફૂલ આપીને માંનુ ધ્યાન ધરો અને તેના મંત્રનો જાપ કરો. અંતમાં ફૂલ માંના ચરણોમાં અર્પણ કરી દો અને વિધિવત રીતે આરતી કરો.

-----------------
શું કરવું? : માતાજીને કુમકુમ મિશ્રિત જળથી અભિષેક કરો
શું ના કરવું? : ઘરમાં ઉચાટ ન કરવો
આજનો મંત્ર : ઓમ બ્રહ્મચારિણી દેવ્યે નમઃ
આજનું દાન : ગળ્યા ફળોનું દાન કરવું

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope Gujarati News Rashifal Zodiac રાશિફળ Daily Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ