બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:43 PM, 2 September 2022
ADVERTISEMENT
આદુનો ઉપયોગ આપણા ઘરમાં દરરોજ થાય છે. આદુનો ટેસ્ટ ખોરાકનો સ્વાદ વધારે છે. ટેસ્ટ આપવાની સાથે આદુમાં રહેલા ઔષધીય ગુણો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આદુમાં વિટામિન સી, પ્રોટીન, ફાઈબર અને સોડિયમ, પોટેશિયમ જેવા મિનરલ્સ મળી આવે છે જે ઘણા રોગોમાં ફાયદો કરે છે.
મગજ એક્ટિવ બનાવે છે આદુ
આદુમાં જીંજરોલ અને જિંગરોન જેવા પોષક તત્વો હોય છે. જે મગજ માટે ફાયદાકારક હોય છે. આદુ મગજને એક્ટિવ કરે છે. કદાચ આ કારણે જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે આદુની ચા પીવામાં આવે છે.
ADVERTISEMENT
પાચનતંત્રમાં લાવે છે સુધાર
આદુ પાચન સુધારે છે. તે અપચો, કબજિયાત, પેટમાં દુખાવો અને ગેસ જેવી સમસ્યાઓ દૂર કરે છે. જો પાચનતંત્ર સારૂ ન હોય તો આદુ વાળી ચા પીવી જોઈએ.
કેન્સરમાં અસરકારક
આદુમાં એન્ટી ઈન્ફ્લામેન્ટ્રી તત્વો મળી આવે છે. જે કેન્સર સામે રક્ષણ આપે છે. આના આધારે આપણે કહી શકીએ કે આદુ કેન્સરને રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
હાર્ટને ફિટ રાખે છે આદુ
આદુમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. આદુ લોહીને ગંઠાતા અટકાવે છે. તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. આદુ કોલેસ્ટ્રોલ ઓછું કરીને હૃદયને સ્વસ્થ રાખે છે.
આર્થરાઈટિસમાં ફાયદા
આદુમાં રહેલા એન્ટી ઈન્ફ્લામેન્ટ્રી તત્વો સાંધાનો દુખાવો અને સોજો ઓછો કરે છે. આદુ આર્થરાઈટિસમાં ફાયદાકારક છે. ક્યારેક દુખાવાની જગ્યા પર આદુની પેસ્ટ લગાવીને મસાજ પણ કરવામાં આવે છે.
ડાયાબિટીસ કરે છે કંટ્રોલ
જો તમે ડાયાબિટીસમાં ચા પીવાનું બંધ કરો છો તો તમે આદુને દૂધમાં નાખીને પી શકો છો. આદુ લોહીમાં શુગરને કંટ્રોલ કરે છે. સાથે જ ઇન્સ્યુલિન સ્ત્રાવને ઉત્તેજિત કરે છે.
ઈમ્યુનિટી વધારવા
આદુ રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગો સામે લડવાની શક્તિ આપે છે. આદુમાં રહેલા ગુણોને કારણે આદુનો ઉકાળો બનાવીને પીવાથી ઘણી બીમારીઓમાં રાહત મેળવી શકાય છે. શરદી અને ઉધરસમાં આદુ ખૂબ જ ફાયદાકારક છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT