બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ નાબૂદ કરી જમ્મુ-કાશ્મીરને બે સંઘપ્રદેશમાં વિભાજિત કર્યા બાદ અમિત શાહ પ્રથમ વખત રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે આવી રહ્યા છે.
ADVERTISEMENT
જ્યારે અમિત શાહની મુલાકાતને લઈ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ઉત્સાહનો માહોલ છે. અમિત શાહ દાદરા નગર હવેલીમાં અક્ષયપાત્ર યોજનાના આધુનિક રસોડાનું લોકાર્પણ સહિત ૧૫૦ બેઠકોની ક્ષમતા વાળી મેડિકલ કોલેજનો પ્રવેશોત્સવ સહિત અનેક વિકાસના કામોનો લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવા જઈ રહ્યા છે.

ADVERTISEMENT
અમિત શાહનું હેલીકૉપ્ટર સાયલી ખાતેના હેલિપેડ ઉતરાણ કરશે અને ત્યાર બાદ બાજુમાં આવેલ એસ.એસ.આર કોલેજમાં એક જાહેર સભાને સંબોધન કરશે. આમ બે કલાકના રોકાણ બાદ ગૃહમંત્રી મહારાષ્ટમાં અન્ય એક કાર્યક્રમમાં હાજરી આપવા જશે. ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લીધી છે. તેમજ સુરક્ષા માટે પણ લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. સવારે 9 વાગ્યાથી કોલેજના પ્રાંગણમાં બનાવેલ ભવ્ય ડોમમાં ગીતા રબારી લોક ગીતો પણ રજુ કરશે. આમ આ કાર્યક્રમમાં એક લાખ જેટલી જન મેદનીનો લક્ષાંક ભાજપ અને અહીંનું પ્રસાસન રાખી રહ્યું છે.
બે સંઘ પ્રદેશો ને એક કરવા અંગેની જાહેરાતે પકડ્યું જોર
ADVERTISEMENT
ત્યારે અમિત શાહના આગમન વખતે પણ સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલી એમ બે સંઘ પ્રદેશો ને એક કરવા અંગે પણ મોટી જાહેરાતો થાય તેવી અંદરખાને જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. આ સાથે જ ત્યારે સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીને એક કરવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.