બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / hindu tradition when should not touch the feet of elders

શાસ્ત્ર / વડીલોના આશીર્વાદ ખૂબ જરૂરી, પણ આ 5 પરિસ્થિતિમાં ક્યારેય ન કરવા જોઈએ ચરણસ્પર્શ, ફાયદાની જગ્યાએ થશે નુકસાન

Manisha Jogi

Last Updated: 12:45 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાસ્ત્રોમાં કેટલીક એવી પરિસ્થિતિ વિશે જણાવવામાં આવ્યું છે, જ્યારે વડીલને પગે લાગવાની મનાઈ કરવામાં આવી છે. તે સમયે વડીલને પગે ના લાગવું જોઈએ માત્ર હાથ જોડીને પ્રણામ કરવું જોઈએ.

  • હિંદુ ધર્મમાં વડીલને પગે લાગવાની પરંપરા
  • કેટલીક પરિસ્થિતિઓમાં પગે ના લાગવું જોઈએ
  • આ પ્રકારે કરવાથી મુશ્કેલી થઈ શકે છે

હિંદુ ધર્મમાં વડીલને પગે લાગવાની પરંપરા છે. કેટલાક ખાસ સંબંધોમાં મોટી ઉંમરની વ્યક્તિ પણ તેનાથી નાની ઉંમરની વ્યક્તિને પગે લાગે છે. શાસ્ત્રોમાં નાની બાળકીઓ અને કન્યાઓને પગે લાગવાની ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કેટલીક એવી પરિસ્થિતિ વિશે જણાવવામાં આવ્યું છે, જ્યારે વડીલને પગે લાગવાની મનાઈ કરવામાં આવી છે. તે સમયે વડીલને પગે ના લાગવું જોઈએ માત્ર હાથ જોડીને પ્રણામ કરવું જોઈએ. 

આ પરિસ્થિતિમાં વડીલને પગે ના લાગવું
સ્મશાનથી પરત ફરતી વ્યક્તિ- કોઈ સન્માનનીય વ્યક્તિ અથવા વડીલ સ્મશાનથી પરત ફરી રહી હોય તો તેને પગે ના લાગવું જોઈએ. અંતિમ ક્રિયામાંથી પરત ફરેલ વ્યક્તિ અશુદ્ધ હોય છે, તેથી સ્નાન કર્યા પછી જ પગે લાગવું જોઈએ. 

મંદિરમાં- મંદિરમાં ભગવાન કરતા મોટું અને સન્માનનીય કોઈ હોતું નથી. મંદિર અથવા ધાર્મિક સ્થળે કોઈ વડીલ અથવા સન્માનનીય વ્યક્તિ મળે તો પણ તેમને પગે ના લાગવું જોઈએ. 

સૂતેલી વ્યક્તિ- જો કોઈ વ્યક્તિ સૂતી હોય તો તે સમયે પગે લાગવાને અશુભ માનવામાં આવે છે, તેથી સૂતેલી વ્યક્તિને પગે ના લાગવું જોઈએ. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી વ્યક્તિની ઉંમર ઘટી જાય છે, માત્ર મૃત વ્યક્તિને જ પગે લાગવું જોઈએ. 

અશુદ્ધ પરિસ્થિતિ- પગે લાગનાર વ્યક્તિ અથવા સન્માનનીય વ્યક્તિ બંનેમાંથી કોઈ અશુદ્ધ અવસ્થામાં હોય તો પગે ના લાગવું જોઈએ. આ પ્રકારે કરવાથી બંનેને નુકસાન થાય છે. 

પૂજા પાઠ કરી રહેલ વ્યક્તિ- જો કોઈ વ્યક્તિ પૂજા પાઠ કરી રહી હોય તો તેની પૂજા પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવી. પૂજા ચાલુ હોય ત્યારે પગે ના લાગવું. આ પ્રકારે કરવાથી પૂજામાં અડચણ આવે છે.

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ