બ્રેકિંગ ન્યુઝ
પ્રેમનો કોઇ ધર્મ હોતો નથી. પ્રેમ ગમે ત્યારે કોઇને પણ અને કોઇની સાથે થઇ શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા પ્રેમમાં ડૂબેલી બે યુવતીઓના આ ફોટા ઘણું બધું વ્યક્ત કરી રહી છે. ઇન્ટરનેટમાં છવાયેલી આ બે યુવતીઓમાં એક હિંદુસ્તાનની છે જ્યારે બીજી પાકિસ્તાની મૂળની છે.
ADVERTISEMENT

સંદન મલિક અને અંજલિ ચક્ર એકબીજાની સારી મિત્ર છે અને એક બીજાને પસંદ કરે છે. સંદન એક આર્ટિસ્ટ છે અને પાકિસ્તાનના મુસ્લિમ પરિવારથી તાલ્લુર રાખે છે. જ્યારે અંજલિ ચક્ર ભારતની રહેવાસી છે. બંનેએ તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે.
ADVERTISEMENT

બંનેના આ ફોટાને સરોવર નામના ફોટોગ્રાફરે ક્લિક કર્યા છે. આ ફોટોને ચાર ચારના સેટમાં વાયરલ કરવામાં આવી રહ્યા છે. પહેલા સેટમાં સંદસ અને અંજલીને પારદર્શી છત્રીની નીચે દેખાડવામાં આવી છે. આ ફોટોમાં બંનેના પ્રેમ કરવાનો અંદાજો જોઇ શકાય છે.
ADVERTISEMENT
A New York Love Story pic.twitter.com/nve9ToKg9y
— Sarowar (@Sarowarrrr) July 28, 2019
ADVERTISEMENT
સરોવરે ટ્વિટર પર આ બંને યુવતીઓના સુંદર ફોચો શેર કરતા લખ્યું છે કે એ ન્યૂયોર્ક લવ સ્ટોરી. આ ફોટોમાં બંને યુવતીઓ ખૂબ જ સુંદર લાગી રહી છે અને બંને ખૂબ મસ્તી કરતી જોવા મળી રહી છે.

ADVERTISEMENT
સંદસે ફોટાનો બીજો સેટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફોટોની સાથે એને લખ્યું, 'હું અલગ અલગ પ્રકારના પ્રેમ જોઇને મોટી થઇ. જ્યારે હું થોડી મોટી થઇ ત્યારે મને મારી સેક્સુઅલિટીની જાણ થઇ. મે ક્યારેય કોઇને મારા પ્રકારનો પ્રેમ જોયો નહતો. મને ખુશી છે કે મને આ તક મળી, મારા પ્રેમ સાથે રહેવાથી. એનિવર્સિરીની શુભેચ્છા બેબીજાન.'

ADVERTISEMENT
બીજી તરફ અંજલિ ચક્રએ પણ ફોટો ટ્વિટ કર્યો. એ યુવતીને એનિવર્સિરીની શુભેચ્છા, જેને મને પ્રેમ કર્યો અને પ્રેમ કરવાનું શિખવાડ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.