બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ચંબામાં મોટી દુર્ઘટના, ઊંડી ખીણમાં કાર ખાબકતા 8 લોકોના કમકમાટીભર્યા મોત

નેશનલ / ચંબામાં મોટી દુર્ઘટના, ઊંડી ખીણમાં કાર ખાબકતા 8 લોકોના કમકમાટીભર્યા મોત

Published By: Jinal Chauhan

Last Updated: 07:47 AM, 31 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશના સચ પાસ નજીક એક ભયાનક કાર અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. દુર્ગમ વિસ્તાર અને ખરાબ હવામાનને કારણે રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે. પોલીસ અને સ્થાનિક લોકો આજે સવારે સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરશે.

હિમાચલ પ્રદેશના ખૂબ જ દુર્ગમ અને બરફીલા વિસ્તારમાં થયેલા કાર અકસ્માતની જાણ પોલીસને બીજા દિવસે સાંજે થઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ખરાબ હવામાન અને મુશ્કેલ ભૂગોળને કારણે રાત્રે બચાવ કામગીરી શરૂ કરી શકાયી નહોતી.

બે પરિવારે મળીને ટેક્સી શેર કરી હતી

અકસ્માતનો ભોગ બનેલા પ્રવાસીઓ બેંગલુરુથી ફરવા આવ્યા હતા. તેમણે ડલહૌજીમાં ફરવા માટે ટેક્સી ભાડે લીધી હતી. ત્યાં જ બીજા એક પ્રવાસી પરિવાર સાથે ટેક્સી શેર કરીને તેઓ બરફાચ્છાદિત સચ પાસ જોવા નીકળ્યા હતા.

કારમાં ડ્રાઇવર સહિત કુલ 9 લોકો સવાર હતા, જેમાં બે બાળકો પણ સામેલ હતા. મૃતકોમાં ડ્રાઇવર વિશ્વાસ, અરવિંદ ચંદ્રાકર, તેમની પત્ની પ્રાચી અને તેમના બે પુત્ર દર્શ (8 વર્ષ) અને અક્ષાદ (11 વર્ષ), તેમજ પી.જી. કાર્તિકેયન, તેમની પત્ની મણિમાલા અને પુત્ર નંદનનો સમાવેશ થાય છે.

રાત્રે બચાવ કામગીરી શક્ય બની નહીં

અકસ્માત શુક્રવારે મોડી રાત્રે થયો હતો. કાર બૈરાગઢ પોલીસ ચેકપોસ્ટ પસાર કરીને પાંગી ઘાટીને જોડતા બરફીલા સચ પાસ તરફ જઈ રહી હતી. અકસ્માતની માહિતી મળતી વખતે અંધારું થઈ ગયું હતું. દુર્ગમ વિસ્તાર, ખડકાળ રસ્તા અને ઘન અંધકારને કારણે રાત્રે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી શકાયું નહોતું. તેથી આજે સવારે પોલીસ, પ્રશાસન અને સ્થાનિક લોકો મળીને બચાવ કામગીરી શરૂ કરશે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ દિલ્હી-મુંબઈને હચમચાવવાની ફિરાકમાં દાઉદ, ISI સાથે જોડાયેલા 9 શંકાસ્પદની ધરપકડ

હ્યુમન ચેઇન બનાવી ખાઈમાં ઉતરશે લોકો

સ્થાનિક બૈરાગઢ સમિતિએ લોકોને માનવતાના ધોરણે મદદ કરવા અપીલ કરી છે. આજે સવારે 8 વાગ્યે લોકો ઘટનાસ્થળે ભેગા થશે અને દોરડાની મદદથી હ્યુમન ચેઇન બનાવી ઊંડી ખાઈમાં ઉતરી મૃતદેહોને બહાર કાઢવામાં પોલીસ અને પ્રશાસનને સહયોગ આપશે.

અકસ્માતનું કારણ શું?

તીસા અને બૈરાગઢ પોલીસ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ ડ્રાઇવરને ઊંઘની ઝપકી આવી હોઈ શકે છે. ઉપરાંત રસ્તા પર જમેલા બરફને કારણે કાર લપસી ગઈ હોય અથવા વાહનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા કાર ખાઈમાં પડી ગઈ હોય તેવી પણ શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Himachal accident tourist family tragedy Sach Pass crash

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ