બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / High Court's strict stance on stray animals

નિર્દેશ / રખડતા ઢોરની કામગીરી અંગે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો આદેશ, કહ્યું આ તારીખ સુધીમાં રિપોર્ટ જમા કરાવો

Malay

Last Updated: 02:38 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટમાં આજે રખડતા પશુ મામલે સુનાવણી યોજાઈ હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે રાજકોટની ઘટનાની નોંધ લીધી હતી. આ દરમિયાન એડવોકેટ જનરલે નક્કર કાર્યવાહીની હાઈકોર્ટને ખાતરી આપી હતી.

 

  • રખડતા પશુ મામલે હાઈકોર્ટનું કડક વલણ
  • રાજકોટની ઘટનાની કોર્ટે લીધી નોંધ
  • એડવોકેટ જનરલે કાર્યવાહીની આપી ખાતરી

ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો પ્રશ્ન વિકટ બની ગયો છે. તેવામાં રાજકોટ શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો હતો. ભોમેશ્વર વિસ્તારમાં પશુની અડફેટે નિવૃત્ત આર્મીમેન ચડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આજની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે આ રાજકોટની ઘટનાની નોંધ લીધી હતી. સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે હાઈકોર્ટને ખાતરી આપી હતી કે, રખડતા પશુના ત્રાસને ડામવા નક્કર કાર્યવાહી કરાશે. આ માટે કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે. આ દરમિયાન હાઈકોર્ટે 9 જાન્યુઆરી સુધીમાં નક્કર કામગીરી કરીને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ કર્યો હતો. 

રખડતા ઢોરનો ત્રાસ: સમગ્ર દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર, હુમલાથી દરરોજ 3 લોકોના  થાય છે મોત | 3 people dying every day in india due to attack of stray  animals

નિવૃત આર્મીમેન ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં શ્રમજીવી સોસાયટીમાં રખડતા ઢોરે એક્સ આર્મીમેન નવલસિંહ ઝાલા અને તેમની પૌત્રીને અડફેટે લીધા હતા. જેમાં નવલસિંહને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

અજાણ્યા પશુ માલિક વિરુદ્ધ દાખલ કરાયો હતો ગુનો 
આ બનાવને પગલે નિવૃત્ત આર્મીમેનના પરિવારજનોએ મનપા અને પોલીસને પશુઓને જાહેરમાં મુકનારા સામે ગુનો દાખલ કરવા માંગ કરી હતી. જેથી પોલીસ દ્વારા અજાણ્યા પશુ માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મેયર ડો.પ્રદીપ ડવે મીડિયાને જણાવ્યું હતું કે, આવો બનાવ બીજીવાર ન બને તે માટે હવે મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને ઢોર પકડવા માટે SRPની ટુકડી ફાળવવામાં આવી છે.

ગુજરાતના મોટા શહેરોમાં રખડતા ઢોરના આતંકથી પ્રજા ત્રસ્ત, સઘન કાર્યવાહીની  વાતો માત્ર કાગળ પર|People terrorized by stray cattle in major cities of  Gujarat, talk of intensive ...

રખડતા પશુથી મુક્તિ ક્યારે મળશે?
રાજ્યના મહાનગરોમાં રખડતાં ઢોરની અડફેટે ચડતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. લોકો દ્વારા તંત્રને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ રખડતાં ઢોર મુદ્દે કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટના શહેરીજનોમાં પશુઓના આતંક મામલે રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનોના જણાવ્યા અનુસાર, પશુઓને છુટા મુકનારાઓ સામે કાર્યવાહી જરૂરી છે.  રાજકોટ એક માત્ર શહેરની  આ સ્થિતિ નથી. રાજ્યના તમામ શહેરોમાં ઢોરનો આતંક આસમાને છે. આ અગાઉ લોકોની માંગને લઈ હાઇકોર્ટની ટકોર બાદ આખરે અમદાવાદ મનપાનું ઢોર નિયંત્રણ ખાતું કામે  લાગ્યું છે. છેલ્લા સાડા આઠ મહિનામાં તંત્ર દ્વારા 13032 ઢોર પકડવામાં આવ્યા છે તો તંત્ર દ્વરા ઢોર માલિકો  પાસેથી અત્યાર સુધીમાં 63.45 લાખનો દંડ વસુલાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ