બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ટેક અને ઓટો / Hero Super Splendor Canvas Black Edition launch in india best mileage in segment
MayurN
Last Updated: 04:39 PM, 27 July 2022
ADVERTISEMENT
દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પે પોતાની લોકપ્રિય 125સીસી કમ્યુટર બાઇક સુપર સ્પ્લેન્ડર (Super Splendor)નું નવું વેરિએન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ નવી 2022 Hero Super Splendor Canvas Black Edition 77,430 રૂપિયાની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરી છે. તેમાં ઘણા નવા ફીચર્સ મળે છે અને કંપનીનો દાવો છે કે આ બાઇક 60થી 68 કિલોમીટર પ્રતિ લીટરની બેસ્ટ ઇન સેગમેન્ટ માઇલેજ આપે છે.
ફીચર્સ
ડિઝાઇનની વાત કરીએ તો આ મોટરસાઇકલ તેના અન્ય વેરિએન્ટ્સની જેમ જ છે. જો કે, તેમાં બ્લેક પેઇન્ટ સ્કીમમાં એક ખાસ કેનવાસ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં સુપર સ્પ્લેન્ડરની 3ડી બ્રાન્ડિંગ અને એચ-લોગો પણ આપવામાં આવ્યો છે. ફીચર્સની વાત કરીએ તો, નવી સુપર સ્પ્લેન્ડર કેનવાસ બ્લેક એડિશન ડિજિટલ-એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ઇન્ટિગ્રેટેડ યુએસબી ચાર્જર સાથે આવે છે.
ADVERTISEMENT
એન્જિન પાવર અને માઇલેજ
સુપર સ્પ્લેન્ડર કેનવાસ બ્લેકમાં સમાન 125સીસી, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, એફઆઇ એન્જિન છે જે રેગ્યુલર વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે. એન્જિન 7,500 rpm પર 10.7 bhp ટોર્ક અને 6,000 rpm પર 10.6 Nm ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે 5 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે તેની ફ્યુઅલ એફિશિયન્સીમાં 13 ટકાનો વધારો થયો છે અને તે 60-68 કિમી પ્રતિ લિટરની બેસ્ટ-ઇન-સેગમેન્ટ માઇલેજ આપે છે.
ખાસ ડીઝાઇન
હીરો મોટોકોર્પના હેડ ઓફ સ્ટ્રેટેજી એન્ડ ગ્લોબલ પ્રોડક્ટ પ્લાનિંગ, માલો લે મેસને જણાવ્યું હતું કે, "સ્પ્લેન્ડર ફેમિલી દેશની સૌથી લોકપ્રિય અને વિશ્વસનીય મોટરસાયકલ બ્રાન્ડ છે. કેનવાસ બ્લેક એડિશન સુપર સ્પ્લેન્ડર 125ની પ્રીમિયમ ઓફરને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે સ્ટાઇલિશ અને તકનીકી રીતે અદ્યતન મોડેલમાં આધુનિક ડિઝાઇનનો વધારો કરે છે. ત્યારે હીરો મોટોકોર્પના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર રણજીવજીત સિંહે જણાવ્યું હતું કે, "કેનવાસ બ્લેક એડિશનમાં ઓલ-ન્યૂ હીરો સુપર સ્પ્લેન્ડર ગ્રાહકોની આકાંક્ષાઓને વધુ સારા પ્રદર્શન અને આરામ સાથે નવી ઊંચાઈએ લઈ જવાનો પ્રયાસ કરે છે. અમને વિશ્વાસ છે કે આ બ્રાન્ડના આરામ અને સલામતીના વચનને પૂર્ણ કરશે અને ફરી એકવાર તકનીકી અને સૌંદર્ય શાસ્ત્ર બંનેની દ્રષ્ટિએ એક નવું નામ નક્કી કરશે. "
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.