બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Hero Electric Scooter Nyx-Hx Launched In India For Commercial Use, 210 Km Mileage

ઓટો / હીરોએ ભારતમાં લોન્ચ કર્યું તેનું જબરદસ્ત ઈલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જમાં ચાલશે 210 કિમી, જાણો કિંમત

Noor

Last Updated: 06:24 PM, 23 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હીરો ઈલેક્ટ્રિકએ ભારતમાં ધાંસૂ સ્કૂરટ Hero Electronic Nyx-HX લોન્ચ કરી દીધું છે. કંપનીએ દાવો કર્યો છે કે આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 210 કિલોમીટર સુધી ચાલી શકે છે. Hero Nyx-HX ઈલેક્ટ્રિક સીરિઝના સ્કૂટરની કિંમત 64,640 રૂપિયાથી શરૂ થાય છે. હીરોએ આ સ્કૂટરને ઘણાં વેરિઅન્ટમાં લોન્ચ કર્યા છે, જેમાં ટોપ વેરિયન્ટની કિંમત 1,09,440 રૂપિયા છે.

  • હીરો ઈલેક્ટ્રિકએ ભારતમાં ધાંસૂ ઈલેક્ટ્રિક સ્કૂરટ લોન્ચ કર્યું
  • આ સિંગલ ચાર્જમાં 210 કિલોમીટર સુધી ચાલી શકે છે

હીરો ઈલેક્ટ્રિકએ ઈલેક્ટ્રિક સ્કૂટરની નવી રેન્જ કોમર્શિયલ યુઝ એટલે કે નાના-મોટા સામાનની ડિલિવરી માટે લોન્ચ કરી છે. જેમાં ફ્યુલના નામે થોડો પણ ખર્ચ નહીં થાય અને તે ઈકોફ્રેન્ડલી પણ છે. તમને જણાવી દઈએ કે હીરોના આ નવા સ્કૂટરના ટોપ વેરિઅન્ટમાં 210 કિલોમીટરની માઈલેજ આવે છે. જ્યારે શરૂઆતના વેરિઅન્ટમાં સિંગલ ચાર્જમાં 82 કિલોમીટર સુધી સ્કૂટર ચાલી ષકે છે. તેમાં સ્વૈપેબલ બેટરી લાગેલી છે, જે ખૂબ જ મોડ્યુલર છે.

જરૂર મુજબ કસ્ટમાઈઝેશન કરી શકાશે

હીરો ઈલેક્ટ્રિક સ્કૂટરની આ નવી સીરિઝની સૌથી ખાસ વાત એ છે કે તમે તેને બિઝનેસની જરૂરિયાતના હિસાબથી કસ્ટમાઈઝ કરાવી શકો છો. આ સીરિઝના સ્કૂટરમાં રનિંગ કોસ્ટ ખૂબ જ ઓછી છે, સાથે જ તેના પર તમે ભારે સામાન પણ સરળતાથી લઈ જઈ શકો છો. હીરો ઈલેક્ટ્રિક સ્કૂટરમાં સ્માર્ટ કનેક્ટિવિટી પણ છે, જેના દ્વારા તમે પોતાના સ્માર્ટફોનને કન્ટ્રોલ કરી શકો છે.

42kmphની ટોપ સ્પીડ

હીરો Nyx-HX ઈલેક્ટ્રિક સીરિઝના સ્કૂટરના પાવરની વાત કરીએ તો તેમાં 0.6 kW ઈલેક્ટ્રિક મોટર લાગેલી છે. જેની મેક્સિમમ સ્પીડ 42 કિલોમીટર પ્રતિ કલાકની છે. તેમાં 1.536 kWhનું બેટરી પેક ઓપ્શન આપેલું છે. આ સીરિઝના સ્કૂટરમાં combi brakes આપેલી છે. હીરો ઈલેક્ટ્રિકએ નવી સીરિઝના સ્કૂટર બિઝનેસ-ટુ-બિઝનેસ સોલ્યુશન લોન્ચ કર્યા છે અને માર્કેટમાં તેની ટક્કર બજાજ સહિત અન્ય કંપનીઓના કોમર્શિયલ ઈલેક્ટ્રિક સ્કૂટર સાથે હશે.

સંકળાયેલા મુદ્દાઓ

Hero Launch electric scooter Auto
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ