બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Here the dosa reaches by flying in the air from the pan to

વાયરલ / VIDEO: પ્લેટમાં આવે છે ઉડતા ઢોંસા! લારીવાળા કાકાની સ્ટાઇલ જોઈને ફેન થઈ જશો!

Premal

Last Updated: 02:54 PM, 28 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં દરેક પ્રકારના કન્ટેન્ટ વાયરલ થઇ રહ્યાં છે. કેટલાંક આપણા દૈનિક જીવન સાથે સંબંધિત છે અને કેટલાંક સંપૂર્ણ રીતે અલગ છે. અમુક યાદગાર વીડિયો એવા પણ હોય છે, જે તમને હસાવે છે અથવા તમને તેનાથી વિચારવા મજબૂર કરી દે છે.

  • લારીવાળા કાકાની ઢોંસા વેચવાની અનોખી સ્ટાઈલ
  • ઢોંસાનો સ્વાદ છોડીને અંકલના સ્ટન્ટ પર લોકોની નજર અટકી
  • એક જ સમયે બે-ત્રણ ઢોંસાને તવા પર ફેલાવી દીધા

ઢોંસો વેચનારા કાકા ઢોંસાનો કોઈ પ્રચાર કરતા નથી

આવો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં દુકાનદારનો ઢોંસો વેચવાનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. તમે કચ્ચા બાદામ અને કચ્ચા અમરૂદ વેચવા માટે દુકાનદારોને ગીત ગાતા સાંભળ્યા હશે. પરંતુ ઢોંસાવાળા કાકાએ કોઈ ગીત ગાયુ નથી અને ઢોંસા વેચવાનો કોઈ પ્રચાર પણ કર્યો નથી. તેમણે દર્શકોને પ્રભાવિત કરવા માટે જેટલી જલ્દી થઇ શકે તેટલી જલ્દી ઢોંસાને તવાથી થાળી સુધી પહોંચવાની એક અનોખી રીત બતાવી છે. ઢોંસાનો સ્વાદ છોડીને અંકલના સ્ટન્ટ પર લોકોની નજર અટકી ગઇ છે. 

તવાથી ડીશમાં હવામાં ઉડાડીને ઢોંસો આપે છે

વાયરલ વીડિયોમાં ઢોંસા વેચનારા કાકાએ એક જ સમયે બે-ત્રણ ઢોંસાને તવા પર ફેલાવી દીધા. તેના પર મસાલા અને જરૂરી સામગ્રી નાખીને માખણથી ભરપૂર ઢોંસાને અલગ કરી નાખે છે. ત્યારબાદ એક સ્ટન્ટ કરે છે, જેનો ત્યાં ઉભા રહેલા લોકો રાહ જોઈ રહ્યાં હતા. એક વ્યક્તિ દુકાનની બીજી તરફ થાળી લઇને ઉભો રહે છે અને દુકાનદાર દરેક ઢોંસાને લપેટીને સીધો વ્યક્તિ પર ફેંકી દે છે. મજાની વાત એ છે કે આ ઢોંસાને ડીશમાં રાખીને સરળતાથી પીરસવામાં આવે છે. 

હર્ષ ગોયનકાએ એક વીડિયો શેર કર્યો

હાલમાં બિઝનેસમેન હર્ષ ગોયનકાએ આ વીડિયોને તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો અને કેપ્શન આપ્યું- તમે જે પણ કરો છો, જરૂર પસંદ કરે છે. તમારું સારું પ્રદર્શન કરો. અત્યારે આ વીડિયોને 45 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ