બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Hemant Soren Resigns As Jharkhand Chief Minister; Champai Soren Made Legislative Party Leader

રાજકીય ભૂકંપ / BIG BREAKING : ચંપઈ સોરેન બન્યાં ઝારખંડના નવા CM, પત્નીના પ્લોટમાં ગઈ હેમંતની ખુરશી, રાજીનામું

Hiralal

Last Updated: 10:58 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. ઝારખંડ મુક્તિ મોરચાના સિનિયર નેતા અને કેબિનેટ મંત્રી ચંપઈ સોરેન રાજ્યના નવા સીએમ બન્યાં છે.

  • ઝારખંડમાં મોટો રાજકીય ભૂકંપ
  • ચંપઈ સોરેન બન્યાં સીએમ
  • હેમંત સોરેને આપ્યું રાજીનામું 
  • જમીન કૌભાંડમાં ઈડીની ધરપકડને પગલે આપ્યું રાજીનામું 

ઝારખંડમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. જમીન કૌભાંડમાં સીએમ હેમંત સોરેને મોડી સાંજ રાજભવન જઈને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને રાજીનામું સોંપ્યું હતું તો બીજી તરફ કેબિનેટ મંત્રી ચંપઈ સોરેન સીએમ બન્યાં હતા. ચંપઈ સોરેનની ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં હતા. રાજ્યમાં ટાઈગર તરીકે જાણીતા અને શિબુ સોરેનના ડાબા હાથ ચંપઈ સોરેન રાજ્યના નવા સીએમ બન્યાં છે. ચંપઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા ચૂંટી કાઢવામાં આવ્યાં હતા. 

ઝારખંડમાં ટાઈગર નામથી મશહૂર છે ચંપઈ સોરેન
ચંપઈ સોરેન  ઝારખંડ મુક્તિ મોરચના સિનિયર નેતા અને ધારાસભ્ય છે અને તેઓ કોલ્હાન વિસ્તારમાં ટાઈગર તરીકે જાણીતા છે. 

જમીન કૌભાંડમાં સીએમ સોરેન સામે કાર્યવાહી 
ભાજપના નેતા અને પૂર્વ સીએમ રઘુબર દાસે આરોપ લગાવ્યો હતો કે સીએમ હેમંત સોરેને તેમની પત્નીના વ્યવસાય માટે 4.55 એકરનો  પ્લોટ ફાળવવા માટે સત્તાનો દુરૂપયોગ કર્યો હતો. આદિવાસીઓ માટે બનાવવામાં આવેલા પ્લોટ પૂલમાંથી કલ્પના સોરેનની કંપની સોહરાઇ પ્રાઇવેટ લિમિટેડ માટે જમીન ફાળવાઈ હતી. 

ઝારખંડમાં JMM-કોંગ્રેસની ગઠબંધન સરકાર 
ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાનીવાળી ગઠબંધનની સરકાર છે. સોરેનની પાર્ટી જેએમએમ પાસે હાલ 29, કોંગ્રેસ પાસે 16, એનસીપી પાસે 1, આરજેડી પાસે 1 અને લેફ્ટ પાસે પણ એક સીટ છે. ભાજપ હાલ 25 બેઠકો સાથે બીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Champai Soren Jharkhand Chief Minister Hemant Soren Hemant Soren News ચંપઈ સોરેન ઝારખંડ જમીન કૌભાંડ ઝારખંડના નવા સીએમ ચંપઈ સોરેન હેમંત સોરેન Champai Soren Jharkhand Chief Minister
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ