બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સવારે ઊઠતાં એડીમાં દુખાવો કેમ થાય છે? જાણો કારણ અને ઉપાય

તમારા કામનું / સવારે ઊઠતાં એડીમાં દુખાવો કેમ થાય છે? જાણો કારણ અને ઉપાય

Jinal Chauhan

Last Updated: 08:07 AM, 21 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એડીઓમાં દુખાવો થવો ઘણા લોકો માટે સામાન્ય વાત છે. બેડ પરથી ઊઠતાં જ જ્યારે તમે પહેલું પગલું જમીન પર મૂકો છો ત્યારે એડીમાં તીવ્ર દુખાવો થાય છે.

સવારે ઊઠતાં જ એડીમાં દુખાવો થવો ઘણા લોકો માટે સામાન્ય બાબત છે. બેડ પરથી ઊઠીને જ્યારે તમે પહેલું પગલું જમીન પર મૂકો છો ત્યારે એડીમાં દુખાવો કે કંઈક ખુચતું હોય એવું લાગે છે. ઘણી વખત લોકો તેને સામાન્ય થાક કે નાની સમસ્યા સમજીને અવગણે છે પરંતુ આ શરીર તરફથી મળતો એક સંકેત પણ હોઈ શકે છે જેને સમજવું જરૂરી છે. ચાલો જાણીએ કે આવું શા માટે થાય છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ.

એક્સપર્ટ શું કહે છે?

સવારે એડીમાં દુખાવો થવાનું સૌથી સામાન્ય કારણ પ્લાન્ટર ફેશિયાઇટિસ હોઈ શકે છે. આ પગના તળિયામાં આવેલી જાડી લિગામેન્ટમાં સોજો આવવાની સ્થિતિ છે. આખી રાત આરામમાં રહેવાને કારણે તે ભાગમાં બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે જેના કારણે સવારે ઊઠતાં જ દુખાવો વધારે લાગે છે. થોડું ચાલ્યા પછી આ દુખાવો થોડો ઓછો થઈ જાય છે પરંતુ જો તેને અવગણવામાં આવે તો સમસ્યા વધી શકે છે.

એચિલીસ ટેન્ડિનાઇટિસની સમસ્યા

આ ઉપરાંત એક બીજું કારણ એચિલીસ ટેન્ડિનાઇટિસ પણ હોઈ શકે છે. તેમાં પિંડળીની માંસપેશીઓને એડી સાથે જોડતી નસમાં સોજો આવી જાય છે. આ સ્થિતિમાં સવારે જ નહીં પરંતુ આખા દિવસ દરમિયાન પણ દુખાવો રહી શકે છે. ખાસ કરીને વધારે દોડતા લોકો અથવા પગ પર વધુ દબાણ મૂકતા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. કેટલાક કેસમાં આ દુખાવો Rheumatoid Arthritis સાથે પણ જોડાયેલો હોઈ શકે છે. આ એક ઑટોઇમ્યુન બીમારી છે જેમાં શરીરની ઇમ્યુન સિસ્ટમ જ સાંધાઓને અસર કરવા લાગે છે. તેના કારણે એડી અને પગમાં સોજો અને દુખાવો વધે છે જે સવારે વધુ અનુભવાય છે.

આ પણ હોઈ શકે સમસ્યાઓ

જો દુખાવો ધીમે ધીમે વધતો જાય છે અને ચાલવામાં મુશ્કેલી થાય છે તો તે સ્ટ્રેસ ફ્રેક્ચરનો સંકેત પણ હોઈ શકે છે. આ હાડકામાં નાની તિરાડ જેવી સ્થિતિ હોય છે જે વધારે દબાણ અથવા ખોટી રીતે ચાલવા-દોડવાના કારણે થાય છે. આવી સ્થિતિમાં દુખાવો આખો દિવસ રહે છે અને સમય જતાં વધતો જાય છે. આ ઉપરાંત થાઈરોઈડ સાથે જોડાયેલી સમસ્યા એટલે કે Hypothyroidism પણ એડીના દુખાવાનું કારણ બની શકે છે. શરીરમાં હોર્મોનનું સંતુલન બગડવાથી પગ અને એડીમાં સોજો આવી શકે છે જેના કારણે સવારે ઊઠતાં જ દુખાવો થવા લાગે છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ આખી રાત ઘસઘસાટ ઊંઘ આવી જશે, રસોડામાં રાખેલી આ 3 ચીજો ખાઈ લેજો

આને કેવી રીતે ઠીક કરી શકાય?

હળવા કેસોમાં બરફ ઘસવો, આરામ કરવો અને સ્ટ્રેચિંગ જેવી ઘરેલું રીતોથી રાહત મળી શકે છે. સવારે ઊઠતા પહેલા હળવી એક્સરસાઈઝ કરવી અથવા પગને ધીમે ધીમે હલાવવો પણ મદદરૂપ બને છે. પરંતુ જો દુખાવો સતત રહે અથવા વધારે વધી જાય તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. એડીનો આ દુખાવો નાનો લાગે પરંતુ તે શરીરમાં ચાલી રહેલી કોઈ મોટી સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. સમયસર ધ્યાન આપવું અને યોગ્ય સારવાર કરાવવી તેને ગંભીર બનતા અટકાવી શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heel pain causes achilles tendonitis plantar fasciitis
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ