બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / રાજકોટ / Heavy winds lash coastal districts, see where it fell

પ્રિ-બિપોરજોય ઈફેક્ટ / દરિયાકાંઠાના અનેક જિલ્લામાં પ્રચંડ પવન સાથે વરસાદ ખાબક્યો, જુઓ ક્યાં કેવો પડ્યો

Vishal Khamar

Last Updated: 05:20 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડું ગુજરાત નજીક આવતા સમગ્ર ગુજરાતમાં તેની અસર વર્તાઈ રહી છે. જેને લઈને દરિયા કિનારાનાં વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદથી વિઝીબિલિટીમાં પણ ઘટાડો થયો છે.

  • બિપોરજોય વાવાઝોડાની સમગ્ર ગુજરાતમાં અસર વર્તાઈ
  • દરિયા કિનારાનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદથી વિઝીબિલીટી ઘટી
  • સાવરકુંડલા તુલશીશામ ઉના ગીર સોમનાથ તરફ જવાનો સ્ટેટ હાઇવે બંધ

 ભારે પવન સાથે વરસાદની વિઝીબીલિટી ઘટી
કચ્છનાં નલિયામાં વાવાઝોડાની ભારે અસર વર્તાઈ રહી છે. ત્યારે કચ્છમાં રાતથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે પવન સાથે વરસાદની વિઝીબીલિટી ઘટી છે. તેમજ 90 થી 100 ની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે.

ધોરાજી શહેર અને ગ્રામ્યમાંથી લોકોનું કરાયું સ્થળાંતર
રાજકોટનાં ધોરાજીમાં વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ છે. તેમજ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. તેમજ ફ્રૂડ પેકેટ, મેડિકલ કીટ સાથે તંત્ર સજ્જ બન્યું છે. ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાયું છે. તેમજ સરકારી અધિકારીઓ, સામાજીક સંસ્થાઓ સેવામાં જોડાઈ છે. ત્યારે લોકોને કામ વગર બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. 

વાવાઝોડાની અસર વર્તાતા ભારે પવન સાથે વરસાદ 
કચ્છનાં મુદ્રામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થવા પામ્યો છે. ત્યારે વાવાઝોડાની અસર કચ્છમાં વધુ જોવા મળતા ભારે પવન સાથે વરસાદ પડવાથી વિઝીબિલીટી પણ ઘટી છે. 

સાવરકુંડલાથી- ગીર સોમનાથ તરફ જવાનો સ્ટેટ હાઈવે બંધ
અમરેલીમાં વાવાઝોડાની આફતને પગલે અમરેલી જીલ્લામાં વરસાદ વરસતા સાવરકુંડલા, તુલશીશામ, ઉના, ગીર સોમનાથ તરફ જવાનો સ્ટેટ હાઈવે બંધ થઈ જવા પામ્યો છે. જાફરાબાદ, રાજુલા, અમરેલી, સાવરકુંડલા, ધારી, ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ધારીનાં દેવળા, વીરપુર, ચલાલા, ભાડેર, જર ગામમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. સાવરકુંડલાના નાળ, રબારિકા. ઠવી, વીરડી, વંડા, ઘોબામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધારીની નાગ નદીમાં પુર આવ્યું છે. નાગધ્રા નદી કાંઠે આવેલ મંદિરમાં પૂરના પાણી ધુસ્યા છે.  જેનાથી અડધું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. 

વાવના લોદ્રાણી ગામે ભારે પવનને કારણે પતરા ઉડ્યા
બિપોરજોય વાવાઝોડાની અસર બનાસકાંઠા જીલ્લામાં પણ જોવા મળી છે. ત્યારે સવારથી જ બનાસકાંઠા જીલ્લાનાં વાતાવરણમાં પલ્ટો આવતા ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. બનાસકાંઠામાં મકાન ધરાશાયી થતા વૃદ્ધાને ઈજા પહોંચી હતી. તેમજ વાવનાં લોદ્રાણી ગામે ભારે પવનને કારણે પતરા ઉડ્યા હતા. બનાસકાંઠામાં વાવાઝોડાની અસરથી ભારે પવન ફૂંકાયો હતો.

ખંભાતના ધુવારણ દરિયા કાંઠે પવનનું જોર વધ્યું
આણંદનાં ખંભાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. ત્યારે ખંભાતનાં ધુવારણ દરિયાકાંઠે પવનનું જોર વધ્યું છે. તેમજ દરિયા કિનારાના પાણી કિનારા તરફ આગળ વધ્યા હતા. 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લઈને દરિયાકાંઠે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

કોસ્ટલ ગાર્ડની ઓફિસની દીવાલો તૂટી પડી
બિપોરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર જ્યાં વર્તાઈ છે. એવા દ્વારકામાં ઓખા કિનારા પર દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દરિયા કિનાર પવનની ગતિમાં વધારો થયો છે. ઓખાથી જેટી તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જેથી જેટી તરફનાં રસ્તાઓ પર વીજપોલ ધરાશાઈ થયા છે. કોસ્ટલગાર્ડની ઓફિસની દીવાલો તૂટી પડી છે. તેમજ દરિયાનાં પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ