બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy to very heavy rain forecast in Central Gujarat by the State Meteorological Department
ADVERTISEMENT
હવામાન વિભાગની આગાહીને પગલે મેઘરાજા ગુજરાતમાં ધડબડાટી બોલાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 102 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 9 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 39 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ આજ સવારથી નવસારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદે નવસારી શહેરને જળબંબાકાર સ્થિતિમાં મૂકી દીધું છે. એવામાં ગુજરાતમાં આગામી 24 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ADVERTISEMENT
મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આગામી 24 કલાકમાં મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે વડોદરા, સાવલી, આણંદ, ખેડા, નડિયાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકામાં વરસાદની આગાહી છે.
ADVERTISEMENT

આ વિસ્તારોમાં પણ પડી શકે છે ભારે વરસાદ
બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ જિલ્લામાં માધ્યમથી ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT
આ જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદદાવાદ, આણંદ, ભરૂચ, અમરેલી અને ગીર સોમનાથમાં એરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, સુરત અને નવસારીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

ADVERTISEMENT
23 જુલાઈએ ગુજરાતના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
આવતીકાલે એટલે કે સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, પાટણ, મોરબી, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જારી કરાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.