બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચારેય તરફ પાણી, મોતનો સામનો, અને આકાશમાંથી વ્હારે આવ્યા સૈનિકો, જુઓ દિલધડક રેસ્ક્યૂ
Last Updated: 04:15 PM, 22 July 2024
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે કલ્યાણપુર તાલુકો બેટમાં ફેરવાયો છે. પાનેલી ગામ વરસાદી પાણીથી તરબોળ થયું છે. જ્યાં ચારે બાજુ પૂરપાટ વરસાદી પાણી ભરાઈ જતા વાડી વિસ્તારમાં લોકો ફસાઈ ગયા હતા જેમને હેલિકોપ્ટરની મદદ બહાર લવાયા હતાં.
ADVERTISEMENT
હેલિકોપ્ટરની મદદથી લોકોના જીવ બચાવ્યા
ADVERTISEMENT
કલ્યાણપુર તાલુકાના વાડી વિસ્તારમાં ભારે વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. જેના પગલે અનેક લોકો પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હતા. જેની જાણ NDRFની ટીમને થતાં તે લોકોને એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લઈ લોકોના જીવ બચાવ્યા હતાં.
આ પણ વાંચો: IAS અધિકારીની પત્નીના આપઘાત કેસમાં નવો વળાંક, સામે આવ્યું ગેંગસ્ટર કનેક્શન!
મુશળધાર વરસાદથી મુશ્કેલી
સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં અનરાધાર આકાશી આફત વરસી હોય તેમ વરસાદ લોકોની મુશીબત વધારી છે. જ્યાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હોય તેવા દર્શ્યો સામે આવ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે NDRFની ટીમ દેવદૂત બનીને લોકોના જીવ બચાવી રહી છે. તો હજુ પણ હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદને લઈ એલર્ટ આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.