બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Heavy rains flooded Mount Abu

અનરાધાર / આબુ જવાનું તો હમણા માંડી જ વાળજો, મેઘો ધોધમાર વરસતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયુ, જુઓ દ્રશ્યો

Khyati

Last Updated: 06:21 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના આબુમાં મેઘો મૂશળધાર, ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, આબુ જાણે કે બેટમાં ફેરવાયું

  • માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ
  • વરસાદને કારણે નદીઓ ગાંડીતુર
  • ઘંટોળી થી મોરથલા પુલને નુકસાન
     

ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી જ દીધી છે પરંતુ રાજસ્થાનમાં કંઇ ઓછુ નથી આવવા દીધું. જી, હા રાજસ્થાનના માઉન્ટ આબુમાં તો વરસાદ એવો વરસ્યો કે આખુ શહેર બેટમાં ફેરવાઇ ગયું.તો બીજી તરફ બનાસકાંઠાના પણ વરસાદી માહોલ જામતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું હતું.  ભારે વરસાદને કારણે ડેમો તથા નદીઓમાં નવા નીરની આવક થવા પામી હતી.

માઉન્ટ આબુ બેટમાં ફેરવાયું

રાજસ્થાનના માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદને કારણે આખુ શહેર બેટમાં ફેરવાયું.. આબુરોડમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડી તુર બની છે.. પરિણામે આબુરોડમાં ઘંટોળીથી મોરથલા પુલને ભારે નુકસાન થયુ છે.. ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા છે.. નીચાણવાળા મકાનોમાં બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. 

બનાસકાંઠામાં નદીઓ બે કાંઠે 

બનાસકાંઠામાં ધોધમાર વરસાદને પગલે  બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે.. દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.. હાલ દાંતીવાડા ડેમ 75% જેટલું ભરાઈ ગયું છે. હવામાન વિભાગની બે દિવસની આગાહીના પગલે બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈને નદીઓમાં નવા નીર આવ્યા છે. 

ખેતરોમાં ભરાયા પામી

સવારથી વરસી રહેલા વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેતરોમાં વાવેલા મગફળી જુવાર બાજરી સહિતના પાકોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા જો કે બીજા રાઉન્ડમાં પણ સારો વરસાદ વરસતા આગામી સમયમાં ખેડૂતોને પણ ફાયદો થશે.. રાજસ્થાનના આબુરોડ માઉન્ટ આબુ સહિતના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે અને જેના કારણે બનાસકાંઠામાં નદીઓ તળાવો તેમજ ડેમો પાણીની આવક થઈ રહી છે નદીઓ વહેતી થતા લોકોમાં આનંદ સવાયો થયો હતો.

 

મોટાસડા

નદીમાં નવા નીર આવ્યા

બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ નદીઓમાં નવા નીરની આવક થઇ છે. દાંતાના મોટાસડા ગામ નજીક પસાર થતી મોટાસડા નદીમાં નવા નીર આવ્યા છે. દાંતા તેમજ અંબાજીના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદથી નવા નીરની આવક થઇ છે. નદીમાં નવા નીરની આવક થતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ