ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rain in Vapi and South Gujarat districts
ADVERTISEMENT
વાપીમાં મોડીરાત્રે બારે મેઘ ખાંગા થયા હોય તેવો માહોલ સર્જાયો હતો. વાપીમાં ગઇરાત્રે 11.6 ઇંચથી વધારે વરસાદ ખાબકતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જ્યારે પારડીમાં 10 ઈંચ વરસાદ થયો છે.
ADVERTISEMENT
વાપીના હાર્દ સમા વિસ્તાર એવા ગુંજન વિસ્તારમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે રસ્તાની બંને બાજુ આવેલી બજારમાં દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. જેને કારણે મોડી રાત્રે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વાપીના ગુંજન વિસ્તારમાં સોસાયટીઓ અને દુકાનોમાં દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા જેને કારણે વેપારીઓને નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે. તો જાહેર રસ્તા ઉપર ઢીચણ સુધીના પાણી ભરાઇ જતા મોડીરાત્રે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આમ વાપીમાં મેઘરાજાની જોરદાર બેટિંગ ને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. વાપીના ગુંજન વિસ્તાર સહિત ચણોદ કોલોની વાપી સેલવાસ રોડ વાપી ટાઉનમાં પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ADVERTISEMENT

આમ આ રાત ભર વરસેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લામાં 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો વાપીમાં 11.5 ઈંચ, પારડીમાં 10.6 ઈંચ, વલસાડમાં 5.6 ઈંચ, પરાડામાં 2.6 ઈંચ. જ્યારે ઉમરપાડામાં 6.1 ઈંચ વરસાદ થયો છે. જ્યારે ધરમપુરમાં 4.6 ઈંચ વરસાદ થયો હતો. જ્યારે રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી અપાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ