ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Heavy Rain In Mumbai Warning Of Imd

આગાહી / હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ અલર્ટ, આ સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી

Published By: Kavan

Last Updated: 09:35 PM, 2 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે મુંબઇ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને આગામી બે દિવસ માટે મુંબઇ અને નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. જેનો અર્થ છે કે અહીં ભારે વરસાદની સંભાવના છે. આઇએમડીના જણાવ્યા અનુસાર આ વખતે મુંબઈમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે.

ADVERTISEMENT

  • દેશના પશ્ચિમ-દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા
  • 3 અને 4 જુલાઈએ અનેક ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

મોસમ વિભાગ મુંબઇના વડા શુભાંગી ભટે જણાવ્યું હતું કે, રત્નાગિરી જિલ્લામાં શુક્રવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી થવાની સંભાવના છે. તો શનિવારે રાયગઢમાં પણ ભારે વરસાદ થવાની આશંકા છે. નોંધનીય છે કે, રત્નાગીરી જિલ્લામાં ગત મહિનામાં આવેલા નીસર્ગ વાવાઝોડાએ મોટી તારાજી સર્જી હતી. 

24 કલાકમાં વરસાદ આગાહી 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુંબઇના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે. હાવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 કલાકમાં 64.5 મિલીમીટરથી 115.5 મિલીમીટર વચ્ચે વરસાદ થવાની સંભાવના રહેલી છે. 

મુંબઇમાં અતિભારે વરસાદની આગાહી 

ઉલ્લેખનીય છે કે, મુંબઈના વિસ્તારોમાં આજથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. થાણે,પાલગઢ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગોવામાં અતિભારે વરસાદની શક્યતાને લઈ અલર્ટ આપવામાં આવ્યું છે અને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડાવની સૂચના આપવામાં આવી છે.

શું છે ઓરેન્જ અલર્ટનો અર્થ?

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે કલર કોડેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. રેડ અલર્ટનો અર્થ વધુ ભારે વરસાદ (204 મિલીમીટર)ની સંભાવના છે. ઓરેન્જ એલર્ટનો અર્થ છે કે ઓથોરિટીએ કોઇપણ ગંભીર સ્થિતિ માટે તૈયાર રહેવું જોઇએ. આ અલર્ટનો અર્થ એવો પણ છે કે ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15.6mm થી 64.4mm સુધીના વરસાર મૉડરેટ માનવામાં આવે છે. 65.5mm થી 115.5mm વરસાદને ભારે અને 115.6mm થી 204.4mm વરસાદને અતિભારે કેટેગરીમાં રાખવામાં આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Heavy rain in Mumbai Mumbai ઓરેન્જ એલર્ટ વરસાદ Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ