બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Heavy rain in mumbai road and railway station

આફત / મુંબઇમાં ભારે વરસાદના કારણે બસ-લોકલ ટ્રેન સેવા પ્રભાવિત, આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી

Published By: Divyesh

Last Updated: 08:00 AM, 23 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં જ્યાં ચોમાસુ વિદાઇ લઇ રહ્યું છે. જો કે હજુ પણ દેશના અનેક ભાગોમાં વરસાદી સીસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મુંબઇમાં મોડીરાત્રથી પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ત્યારે અનેક લોકો રેલવે સ્ટેશન પર પણ ફસાયા છે.

  • મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ ભરાયા પાણી
  • દાદર,કુર્લા સ્ટેશન પર ભરાયા પાણી
  • ચેમ્બુરમાં સોસાયટીમાં ભરાયા પાણી

મુંબઇમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયાં છે. દાદર, કુર્લા સ્ટેશન, ચેમ્બુરમાં સોસાયટીમાં પાણી ભરાયા છે. ગોરેગાવ, સાયન રેલવે સ્ટેશનમાં પણ પાણી ભરાયું છે. ભારે વરસાદને કારણે સેન્ટ્રલ રેલવેની 4 લાઇન ઠપ જોવા મળી છે. જો કે હવામાન વિભાગના જણાવ્યાં  મુજબ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

મહારાષ્ટ્રમાં મુંબઇના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેને લઇને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયેલા જોવા મળ્યાં છે. મંગળવારે મુંબઇના ગોરેગાવ વિસ્તારમાં ભારે વરસાદના કારણે રોડ પર પાણી ફરી વળ્યાં છે. આમ ભારે વરસાદના પગલે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં લોકલ ટ્રેન અને બસ સેવા પ્રભાવિત થઇ છે. 

મુંબઇમાં થયેલ ભારે વરસાદના કારણે સાયન રેલવે સ્ટેશન પર યાત્રીઓ ફસાઇ ગયા, સતત પડી રહેલા અવિરત વરસાદના કારણે પરિસ્થિતિ એવી થઇ ગઇ  કે પ્લેટફોર્મ સુધી પાણી આવી ગયેલું જોવા મળ્યું. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. 

ભારે વરસાદના કારણે સાયન-કુર્લા, ચૂનાભટ્ટી-કુર્લા અને મસ્જિદમાં પાણી ભરાઇ જવાના કારણે રેલવેએ CSMT-ઠાણે અને CSMT-વાશી વચ્ચે લોકલ રેલ સેવા રોકી દીધી છે. ઠાણે-કલ્યાણ અને વાશી તેમજ પનવેલ માટે શટલ સેવા ચાલુ રહેશે. 
 

 

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Mumbai alert મુંબઇ લોકલ ટ્રેન વરસાદ Mumbai Rain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ