બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rain forecast in Gujarat for next 5 days
Dhruv
Last Updated: 03:11 PM, 5 August 2022
ADVERTISEMENT
હવામાનની આગાહી અનુસાર રાજ્ય (Gujarat) માં આજથી વરસાદનું જોર વધવાની સંભાવના છે. હવામાનની આગાહી અનુસાર, તારીખ 7 અને 8 ઓગસ્ટના રોજ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આજે રાજ્યના 11 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
એમાંય આજની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, આજે રાજ્યના 11 જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસશે. આજે અમદાવાદમાં સારો એવો ભારે વરસાદ વરસી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ પડશે.
બીજી બાજુ તારીખ 6 ઓગસ્ટના રોજ 3 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 7 ઓગસ્ટના રોજ રાજ્યના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 8 ઓગસ્ટના રોજ 9 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
10 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ
એ સિવાય વધુમાં તમને જણાવી દઇએ કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 'મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તારીખ 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.'
વધુમાં જણાવ્યું કે, 'રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે. આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.