બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખેતરો પાણીમાં ડૂબશે, નદી-નાળા છલકાશે, અંબાલાલની ખેડૂતોને ચેતવતી આગાહી
Last Updated: 12:09 AM, 17 August 2025
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી વરસાદને લઇને આગાહી સામે આવી છે.. તેમણે કહ્યું કે વરસાદ લાવે તેવી ઘણી બધી સિસ્ટમ એકસાથે સક્રિય થઇ રહી છે તેથી આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામેલો રહેશે.. અંબાલાલે કહ્યું કે 18 તારીખથી વરસાદની મોટી સિસ્ટમ આવશે જેનાથી વરસાદનું જોર વધશે.. 18 થી 20માં તેમણે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી ..
ADVERTISEMENT
અંબાલાલે કહ્યું કે કોઇ-કોઇ ભાગોમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ થશે.. નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને કાળજી રાખવા તેમણે સૂચન કર્યું.. તેમણે એમ પણ કહ્યું કે ખેતરો પણ પાણી-પાણી થઇ જશે. તેમણે ખેડૂતોને પાણીના નિકાલ માટે પાવડા તૈયાર રાખવા કહ્યું ..અંબાલાલે 20 થી 25 તારીખ સુધીમાં અનરાધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલે કચ્છ, પોરબંદર અને જામનગરના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે
આ પણ વાંચોઃ લાંબા વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ, ગુજરાતના 142 તાલુકાઓમાં મેઘ મહેર
ADVERTISEMENT
આજે એટલે કે જન્માષ્ટમીના દિવસે સવારે છ વાગ્યાથી લઇને રાત્રિના 8 વાગ્યા સુધીમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે.. અને આજના દિવસમાં સૌથી વધુ વરસાદ જુનાગઢના ભેંસાણમાં પોણા ચાર ઇંચ નોંધાયો છે.કુલ 11 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.