બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / લાંબા વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ, ગુજરાતના 142 તાલુકાઓમાં મેઘ મહેર

સાર્વત્રિક વરસાદ / લાંબા વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ, ગુજરાતના 142 તાલુકાઓમાં મેઘ મહેર

Last Updated: 09:07 PM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહુ લાંબી રાહ જોવડાવ્યા બાદ રાજ્યમાં ફરીએકવાર વરસાદી માહોલ જામ્યો. રાજ્યના 142 તાલુકાઓમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. અને આવનારા દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

પાટણ

પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘમહેર થઇ હતી. પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. પાટણ, કમલીવાડા, કુણઘેર, ગોલાપુર, માતરવાડીમાં વરસાદ પડ્યો હતો. હારીજ, સમી, રાઘનપુર, સાંતલપુરમાં પણ મેઘરાજાએ મહેર કરી હતી.

અમદાવાદ

અમદાવાદમાં પણ આજે સવારે મેઘરાજા મનમુકીને વરસ્યા હતા.. જેને કારણે રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા હતા.. રસ્તાઓ પર પાણી ભરાવવાને લઇને વાહન ચાલકોને ખાસ્સી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ખેડા

ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અહીં અઢી કલાકમાં 2 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. જિલ્લાના 3 તાલુકા મથકમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના સાયલામાં મેઘરાજા મહેરબાન થયા હતા. લાંબા વિરામ પછી ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. વરસાદને પગલે મેઇન બજારમાં પાણી ભરાયા હતા.

આ પણ વાંચોઃ સામાન્ય વરસાદમાં સ્માર્ટ સિટી પાણી-પાણી, અમદાવાદના અનેક વિસ્તારો જળમગ્ન

બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘ મહેર થઇ. ભારે વરસાદથી યાત્રાધામ અંબાજી પાણી-પાણી થઇ ગયું હતું.

કોડીનાર

કોડીનાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદનો માહોલ જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદને કારણે હાઈવે પર વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. કોડીનાર શહેર, દેવળી, પીપળી, કડોદરા, મિતિયાજમાં વરસાદ જામ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Water Logging Gujarat Rain Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ