બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO: સામાન્ય વરસાદમાં સ્માર્ટ સિટી પાણી-પાણી, અમદાવાદના અનેક વિસ્તારો જળમગ્ન

જળબંબાકાર / VIDEO: સામાન્ય વરસાદમાં સ્માર્ટ સિટી પાણી-પાણી, અમદાવાદના અનેક વિસ્તારો જળમગ્ન

Last Updated: 06:38 PM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.જેને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા.

અમદાવાદ શહેરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે.. આજે સવારથીજ શહેરના અનેક વિસ્તારોમાં આકાશ અંધારેલું હતું.. અને બાદમાં વરસાદ તૂટી પડ્યો હતો. જો કે આ વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી હતી.સિંધુ ભવન રોડ પર બંન્ને તરફ વરસાદી પાણી ભરાયા હતા. જેને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા.

બીજી તરફ આજે પાણીના નિકાલ માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી રસ્તા પર ઉતરેલા જોવા મળ્યા હતા. ડ્રેનેજ લાઈનોના ઢાંકણા ખોલાવવા માટે દેવાંગ દાણી રસ્તા પર ઉતર્યા હતા. આ ઉપરાંત દરેક વોર્ડ ઇજનેર,ડેપ્યુટી ઈજનેર,ડ્રેનેજ ખાતા અધિકારીઓએ ચાલુ વરસાદે મોરચો સંભાળી લીધો હતો.

આ પણ વાંચોઃ વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતના અનેક જિલ્લાઓ વરસાદથી તરબોળ, અમદાવાદ જળબંબાકાર

શહેર થલતેજ અંડરપાસ પાસે સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા.. અને વાહનચાલકો પાણીમાં વાહન બંધ પડી જવાને કારણે હેરાન-પરેશાન થયા હતા. થલતેજમાં પાણીમાંથી પસાર થતી વખતે વધારે પાણીને કારણે એએમટીએસ બસ બંધ પડી ગઇ હતી.

WhatsApp Image 2025-08-16 at 16.07.16

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rain Water Logging Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ