બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:41 PM, 16 August 2025
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. ભારે ઉકળાટ અને ગરમીથી હેરાન લોકોએ વરસાદ આવતાં રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે કારણ કે પાક માટે જરૂરી વરસાદ સમયસર આવ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સાઉથ બોપલ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નરોડા, નિકોલ, બાપુનગર, ઈસનપુર અને વટવા વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે પડેલા આ વરસાદથી ગરમીમાં રાહત મળી હતી. અમદાવાદીઓએ સવારથી જ ઠંડા પવન અને ઝરમર વરસાદનો આનંદ માણ્યો છે.
નિકોલ, વટવા સહિતના વિસ્તારોમાં ઝરમર-ઝરમર વરસાદ શરૂ, વાતાવરણમાં ઠંડક પ્રસરાઇ#ahmedabadrain #ahmedabad #RAIN #GujaratRain #rain #RainGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/FHelvFxBwS
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 16, 2025
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો. સરહદી વિસ્તારોમાં બપોર બાદ વરસાદનું આગમન થયું હતું. લાખણી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. છેલ્લા ઘણા દિવસોથી ગરમીના ઉકળાટથી પરેશાન રહેલા લોકો માટે પણ વરસાદે રાહત આપી હતી. લાંબા વિરામ બાદ આવેલા આ વરસાદથી ખેડૂતોને પાક માટે જરૂરી વરસાદ મળ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નવસારી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. લાંબા વિરામ બાદ જિલ્લામાં ફરી વરસાદી માહોલ સર્જાયો હતો. ખાસ કરીને ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો. આ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારોના તળાવ અને નદી-નાળામાં પાણી વહેતું શરૂ થયું છે.

ADVERTISEMENT
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. થાનમાં 6 કલાકમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે થાનની સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઈ જતાં તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા. ચુડામાં 2 ઇંચ અને ચોટીલામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદથી વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. જો કે થાનમાં પાણી ભરાવાને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. છતાં, ખેડૂતોમાં વરસાદ આવતાં ખુશીનો માહોલ છે.
આ પણ વાંચો : 4 ગુજરાતી કલાકારોના મોતથી શોકની લહેર, વારાણસીથી પાછા ફરતાં નડ્યો ગંભીર અકસ્માત
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે. તા. 17 થી 22 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમના કારણે કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.