બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 ગુજરાતી કલાકારોના મોતથી શોકની લહેર, વારાણસીથી પાછા ફરતાં નડ્યો ગંભીર અકસ્માત

BIG NEWS / 4 ગુજરાતી કલાકારોના મોતથી શોકની લહેર, વારાણસીથી પાછા ફરતાં નડ્યો ગંભીર અકસ્માત

Priykant Shrimali

Last Updated: 12:27 PM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shivpuri Accident : શિવ કથા કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપ્યા બાદ ગુજરાત તરફ પરત ફરી રહેલા ઓરકેસ્ટ્રા ગ્રુપના સભ્યોની ટ્રાવેલર આજે સવારે અકસ્માતનો ભોગ બની, જુઓ મૃતકો અને ઇજાગ્રસ્તોના નામ

Shivpuri Accident : મધ્યપ્રદેશના શિવપુરીથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આજે એટલે કે શનિવારે સવારે શિવપુરીમાં એક ટ્રક અને ટ્રાવેલર બસ વચ્ચે અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ઓરકેસ્ટ્રા ગ્રુપના એક સિંગર સહિત 4 લોકોના મોત થયા હતા. આ સાથે 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેમણે ત્વરિત સારવાર હેઠળ ખસેડાયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ અકસ્માત નેશનલ હાઈવે- 46 પર સવારે 5.30 વાગ્યે થયો હતો.

શિવ કથા કાર્યક્રમ બાદ પરત ફરતા ઓરકેસ્ટ્રા ગ્રુપની વાહન દુર્ઘટના

શુક્રવારે સાંજે કાશી વિશ્વનાથ ખાતે આયોજિત એક શિવ કથા કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપ્યા બાદ ગુજરાત તરફ પરત ફરી રહેલા ઓરકેસ્ટ્રા ગ્રુપના સભ્યોની ટ્રાવેલર આજે સવારે અકસ્માતનો ભોગ બની. વિગતો મુજબ અકસ્માતમાં 4 લોકોનાં કરુણ મૃત્યુ નિપજ્યાં છે જયારે અન્ય 11 સભ્યોને ઇજાઓ પહોંચી છે, જેમાંથી 7ની હાલત ગંભીર છે. વિગતો મુજબ ઓરકેસ્ટ્રા ગ્રુપના તમામ સભ્યો ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગરના રહેવાસી છે.

મીડિયા અહેવાલો અનુસાર ઓરકેસ્ટ્રા ગ્રુપના 20 સભ્યો ટ્રાવેલર મારફતે પરત ફરી રહ્યા હતા. શનિવારે સવારે આશરે 5:30 વાગ્યે ટ્રાવેલર સુરવાયા નજીક બેકાબૂ થઇ જતાં ડિવાઇડર પર ચઢી ગઈ અને સામેથી આવતા ટ્રક સાથે ભિયંકર અથડામણ થઇ

આ લોકોના થયા મોત

  • હાર્દિક દવે (40), ગાયક : ઘટના સ્થળે જ મોત
  • રાજા ઠાકુર (28) : હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
  • અંકિત ઠાકુર (22) : હોસ્પિટલમાં મોત
  • રાજપાલ સોલંકી (60) : સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો

આ લોકો થયા ઇજાગ્રસ્ત

  • રાવલ મોહિત
  • આશિષ વ્યાસ
  • મોહલિક
  • નરેન્દ્ર નાયક
  • ચેતન કુમાર
  • ઋષિકેશ
  • વિપુલ (સિંગર)
  • અરવિંદ
  • અર્જુન
  • હર્ષદ ગોસ્વામી
  • ટ્રાવેલરના ડ્રાઇવર

આ તરફ દર્દનાક દુર્ઘટનામાં ઘાયલોમાંથી 7 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવામાં આવ્યું છે, અને તમામને તાત્કાલિક જિલ્લાના હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ફરીવાર સાબરમતી રિવરફ્રન્ટ બન્યો 'સ્યુસાઇડ પોઇન્ટ'! 2 વર્ષની બાળકીને લઇ મહિલાએ નદીમાં ઝંપલાવતા અરેરાટી

શું કહ્યું ઇજાગ્રસ્તે ?

સમગ્ર મામલે ઘટનાસ્થળે હાજર વિપુલ નામના ગાયકના જણાવ્યા પ્રમાણે, અમે બધા પર્ફોર્મન્સ બાદ અમારા ઘરો તરફ જઈ રહ્યા હતા. લગભગ 5:30 વાગ્યે, જ્યારે બધાને ઊંઘ આવી રહી હતી, ત્યારે અચાનક અકસ્માત થયો. એ સમયે શું બન્યું તે કોઈને ખબર નથી. મહત્વનું છે કે, સુરવાયા પોલીસ ઘટના સ્થળે તરત પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. ઘટનાની વધુ તપાસ ચાલુ છે અને પ્રાથમિક દૃષ્ટિએ ટ્રાવેલરના ડ્રાઈવરનો કાબૂ ગુમાવવો દુર્ઘટનાનું કારણ માનવામાં આવી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh Gujarati Singer Shivpuri Accident
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ