બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફરીવાર સાબરમતી રિવરફ્રન્ટ બન્યો 'સ્યુસાઇડ પોઇન્ટ'! 2 વર્ષની બાળકીને લઇ મહિલાએ નદીમાં ઝંપલાવતા અરેરાટી

દુઃખદ / ફરીવાર સાબરમતી રિવરફ્રન્ટ બન્યો 'સ્યુસાઇડ પોઇન્ટ'! 2 વર્ષની બાળકીને લઇ મહિલાએ નદીમાં ઝંપલાવતા અરેરાટી

Last Updated: 01:21 PM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં માસૂમ બાળકી સાથે મહિલાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં બાળકી માતાના શરીર પર તરતી જોવા મળી હતી. બાળકીનો શું વાંક હતો તે મહિલાએ બાળકી સાથે આપઘાત કર્યો...

રાજ્યમાં દિવસેને દિવસે આપઘાતના બનાવો વધી રહ્યા છે. થોડા સમય પહેલા સુરતમાં શિક્ષક પિતાએ તેના પુત્ર સાથે સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. શિક્ષક દ્વારા પત્નિનાં અન્ય પુરૂષ સાથે આડા સબંધના કારણે આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ત્યારે ગત રોજ અમદાવાદમાં મહિલાએ 2 વર્ષની બાળકી સાથે સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ સમગ્ર ઘટનામાં 2 વર્ષીય બાળકોનો શું વાંક? તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.

બાળકીને CPR આપતા બાળકી જીવતી થઈ

મળતી માહિતી મુજબ અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ પર ગત રોજ સાંજના સુમારે પિન્કીબેન નામની મહિલાએ અગમ્ય કારણોસર તેની 2 વર્ષીય દિકરી સાથે નદીમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમને કરતા રેસ્ક્યૂ ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. તેમજ ત્યાં હાજર રહેલ લોકો દ્વારા બાળકીને CPR આપતા બાળકી જીવતી થઈ હતી. જે બાદ બાળકીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતું બાળકીનો જીવ બચ્યો ન હતો અને મોડી રાત્રે સારવાર દરમ્યાન બાળકીનું મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું

ઉસ્માનપુરા ગાર્ડન તરફ રિવરફ્રન્ટ પર સાંજના 6 વાગ્યાના સુમારે પિન્કીબેન રાવત નામની 38 વર્ષીય મહિલાએ બે વર્ષની દીકરી સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. દીકરીને હાથમાં પકડી માતાએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. માતાનું ડૂબી જતા મોત નિપજ્યું હતું. જ્યારે બાળકી પાણીમાં માતાના મૃતદેહ સાથે તરી રહી હતી. આ અંગેની જાણ ત્યાં રહેલ લોકોએ પોલીસ તેમજ રિવર રેસ્ક્યું ટીમને કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ

રેસ્ક્યુ ટીમના સભ્યો દ્વારા માતા તેમજ બાળકીને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાળકી જીવીત લાગતા બાળકીને CPR આપવામાં આવ્યો હતો. જે બાદ બાળકી રડવા લાગી હતી. બાળકીનો જીવ બચાવવા માટે તેને તાત્કાલીક પોલીસની ગાડીમાં જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રસ્તામાં જ એમ્બ્યુલન્સ મળતા બાળકીને એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરી સારવાર અર્થે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચોઃ કૃષ્ણ જન્મોત્સવથી અમદાવાદીઓ પર ઇન્દ્રદેવ રીઝ્યાં, નિકોલ-બોડકદેવ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ

ફેફસામાં પાણી ભરાઈ જતા બાળકીનું મોત

બાળકીની માતા પિન્કીબેનનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જ્યારે બાળકીનો જીવ બચાવવા માટે તેને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતું બાળકીના ફેફસામાં પાણી ભરાઈ જતા બાળકીનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં બાળકી માતાની છાતી પર બેસી રડી રહી હતી. આ સમગ્ર મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ