ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રાજ્યસભાની ચૂંટણી માટે CMની હાજરીમાં ભાજપના 4 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

ગાંધીનગર / રાજ્યસભાની ચૂંટણી માટે CMની હાજરીમાં ભાજપના 4 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

Published By: Vishal Khamar

Last Updated: 02:14 PM, 8 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. મુખ્યમંત્રીની હાજરીમાં ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

ADVERTISEMENT

રાજ્યસભાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ચાર ઉમેદવારોએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે આ વખતે "નો રિપીટ" થિયરી અપનાવીને ચાર નવા ચહેરાઓને તક આપી છે.

રાજ્યસભાના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

ભાજપ તરફથી રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કણઝારિયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તમામ ઉમેદવારોએ પક્ષના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં ઉમેદવારીપત્રો દાખલ કર્યા હતા.

ભાજપના આ નિર્ણયને સંગઠનમાં નવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. ચારેય ઉમેદવારો અલગ-અલગ સામાજિક અને પ્રાદેશિક પ્રતિનિધિત્વ ધરાવતા હોવાથી પક્ષે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે.

બીજી તરફ, રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી (AAP) રાજ્યસભાની આ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઊભા નહીં રાખે. જો આ ચર્ચા સાચી સાબિત થાય અને વિપક્ષ તરફથી કોઈ ઉમેદવારી નોંધાવવામાં નહીં આવે, તો ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઈ શકે છે.

આ પણ વાંચોઃ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં ધુણતી મહિલાએ હુમલો કર્યાનો વીડિયો વાયરલ થતા વિવાદ

ભાજપ ઉમેદવાર રાજેશ શુકલાનું નિવેદન

રાજ્યસભા માટે ભાજપના 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. ભાજપના ઉમેદવારો રાજેશ શુક્લાએ જણાવ્યું હતું કે, મારા પર ભાજપે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપના મોવડી મંડળનો આભાર માનું છું. મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ભાજપે તક આપી છે. માનવીના હિત માટે કાર્ય કરીશું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gandhinagar news Rajya Sabha elections

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ