બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Heavy rain flooding in mumbai local trains stopped

ભારે વરસાદ / મુંબઈમાં ફરી ઓફિસો બંધ, લોકડાઉન નહીં પરંતુ આ છે કારણ, રેડ એલર્ટ જાહેર

Published By: Divyesh

Last Updated: 09:38 AM, 4 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઇમાં ગત રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલું જોવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ 4 અને 5 ઓગસ્ટના રોજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઇને મુંબઇ મહાનગરપાલિકાની સાથે ફાયર બ્રિગેડ અને NDRFને સતર્ક રહેવા અંગે જણાવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા વહેલી સવારે ત્રણ વાગે જણાવામાં આવ્યું કે છેલ્લા ત્રણ કલાકમાં મુંબઇને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે, જ્યારે હજુ પણ ભારે વરસાદની આગાહી છે, જેના કારણે મુંબઇમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કોરોનાના સંકટ વચ્ચે વરસાદે દેશની આર્થિક નગરી મુંબઈના ફરી એકવાર હાલ બેહાલ કરી નાખ્યા છે. મોડી રાત્રે થયેલા વરસાદથી મુંબઈનગરી પાણી પાણી થઈ ગઈ છે. મુંબઈમાં ભારે વરસાદથી હિંદમાતા, દાદર, ટી.ટી. કિંગ્સ સર્કલ, સાયન, ચેમ્બૂર, અંધેરી, સાંતાક્રૂઝ, લોઅર પરેલ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે માર્ગો પર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું.
 

જ્યારે મુંબઇના કેટલાક વિસ્તારોમાં બસ અને ટ્રક અડધા સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વાહન ચાલકોએ માર્ગો પર જ વાહન મુકીને ઘરે ચાલતા જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. મુંબઈના કોલાબામાં 11 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જ્યારે સાંતાક્રૂઝમાં 4 ઈંચ જેટલો વરસાદ થયો છે.
 

હવામાન વિભાગના અનુમાન મુજબ મુંબઈમાં હજુ પણ 24 કલાક ભારે છે. મુંબઈ ઉપરાંત થાણે, પુણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. મુંબઈમાં બપોર બાદ સમુદ્રમાં હાઈટાઈડની ચેતવણી જાહેર કરી છે. આ દરમિયાન દરિયામાં 4.45 મીટર જેટલા ઉંચા મોજા ઉછળી શકે છે. આ સાથે જ તંત્રએ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Mumbai alert આગાહી મુંબઇ વરસાદ Mumbai Rain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ