ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીપાકને ભારે નુકસાન, સર્વે શરૂ કરાય તેવી શક્યતા

માવઠાનો માર / ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીપાકને ભારે નુકસાન, સર્વે શરૂ કરાય તેવી શક્યતા

Last Updated: 11:05 AM, 12 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેસર કેરીનું હબ મનાતા ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં માવઠાએ કેરીના પાકને ગંભીર અસર કરી છે.. ભારે પવન ફૂંકાતા સેંકડો આંબાઓ પરથી કેરી ખરી પડી છે જેથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે

ADVERTISEMENT

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીપાકમાં ભારે નુકસાન થયું છે. બાગાયતી પાકમાં ખેડૂતોને મોટા નુકસાનનો અંદાજ છે. માવઠાના લીધે કેરીના પાકમાં 50% નુકસાનની શક્યતા છે પપૈયામાં 20% અને કેળામાં 15% નુકસાનનો અંદાજ છે.. તલમાં 40% અને ડાંગરમાં 15% નુકસાન થયાનો અંદાજ છે. વરસાદ બંધ થતા નુકસાનીનો સર્વે શરૂ કરાય તેવી શક્યતા છે.

Vtv App Promotion

જૂનાગઢમાં 3 દિવસ પડેલા કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. તલ, મગ, અડદ સહિતના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. વરસાદને કારણે કેશોદ,માંગરોળ, માણાવદર, તેમજ ગીર વિસ્તાર સહિતના વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે.. લાખો રૂપિયા ખર્ચ કરી ખેડૂતોએ વિવિધ પાકનું વાવેતર કર્યું હતું...જો કે અચાનક પડેલા કમોસમી વરસાદને ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે...ત્યારે ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાનીનો સર્વે કરી રાહત પેકેજ જાહેર કરવાની માગ કરી છે.

આ પણ વાંચોઃ દેશના 30 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું જોર, તો ઓડિશા-પશ્ચિમ બંગાળમાં હિટવેવનું એલર્ટ

કેસર કેરીનું હબ મનાતા ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં માવઠાએ કેરીના પાકને ગંભીર અસર કરી છે.. ભારે પવન ફૂંકાતા સેંકડો આંબાઓ પરથી કેરી ખરી પડી છે જેથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે,,,, ગ્લોબલ વોર્મિંગના કારણે આંબાઓ પર કેરીનું ફ્લાવરિંગ બગડી જતા આ વર્ષે કેરીનું માંડ 50 ટકા જ ઉત્પાદન થયું છે,,, અને હવે આંબાઓ પર રહેલી કેરીઓ પણ ખરી પડતા બગાયતી ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Damage To Mango Crop Unseasonal Rain Mango Production
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ