Team VTV09:13 PM, 06 Aug 19
| Updated: 09:35 PM, 06 Aug 19
2002ના રમખાણોના 2 વર્ષ બાદ બિઝનેસ કરવા માટેની શરૂઆત કોઈ અમદાવાદના જુહાપુરાથી જ કરે તે માનવામાં આવે નહીં. 2004માં પોતાની એડવર્ટાઈઝીંગ અને માર્કેટિંગ ફિલ્ડની સારી એવી નોકરી છોડીને નદીમ જાફરીએ અમદાવાદના જુહાપુરાથી સુપરમાર્કેટ સ્ટોરની શરૂઆત કરી. આ વિસ્તાર જેને લોકો રમખાણો બાદ નકારાત્મક નજરેથી જોતાં હતાં જેથી નદીમ જાફરીએ લોકોના દિલને સ્પર્શ કરી જાય તે માટે સ્ટોરનું નામ Hearty Mart રાખ્યું. બસ, ત્યારથી તેમણે શરૂઆત કરી અને એક પછી એક સંઘર્ષ પાર કરતા આજે 50 કરોડનું ટર્ન ઓવર કરે છે તેમની કંપની... જાણો આ સંઘર્ષથી સફળતા સુધીની કહાની અમારા નવા Startup કીટલી શોમાં...