બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Heart of Stone' Trailer Released Alia Bhatt makes Hollywood Entry as a Villain

Trailer Released / આલિયા ભટ્ટે 'વિલન' બનીને હોલીવુડમાં મારી એન્ટ્રી, 'Heart of Stone'નું ટ્રેલર થયું રિલીઝ

Megha

Last Updated: 01:42 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આલિયા ભટ્ટ અને Gal Gadotની ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આલિયા ભટ્ટ આ ફિલ્મ દ્વારા હોલીવુડમાં તેનું ડેબ્યૂ કરવા જઈ રહી છે.

  • આલિયા ભટ્ટની ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન' ઘણા દિવસોથી ચર્ચામાં
  • આલિયા ભટ્ટ ફિલ્મમાં Gal Gadot સાથે જોવા મળશે 
  • આલિયા ભટ્ટનો બદલાયેલો અવતાર જોઈને ચાહકો ખૂબ જ ખુશ

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન' ઘણા દિવસોથી ચર્ચામાં છે. આલિયા ભટ્ટ આ ફિલ્મ દ્વારા હોલીવુડમાં પોતાની અભિનય કૌશલ્ય બતાવવા જઈ રહી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે Gal Gadot પણ મહત્વના રોલમાં જોવા મળશે. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન આલિયા ભટ્ટની ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તો ચાલો જોઈએ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'ના ટ્રેલરમાં શું છે ખાસ.

'હાર્ટ ઓફ સ્ટોન'ના ટ્રેલર
આલિયા ભટ્ટની ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'ના ટ્રેલરની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આલિયા ભટ્ટ અને Gal Gadotની ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના આ ટ્રેલરમાં આલિયા ભટ્ટનો એક્શન અવતાર જોવા મળી રહ્યો છે. અભિનેત્રી આલિયા ભટ્ટ ફિલ્મ ' હાર્ટ ઓફ સ્ટોન'માં વિલનની ભૂમિકામાં જોવા મળશેઆ ફિલ્મમાં આલિયા ભટ્ટના પાત્રનું નામ કેયા ધવન છે જે વિનાશ ફેલાવવા માંગે છે. તો ફિલ્મની લીડ Gal Gadot એક્ટ્રેસ સિક્રેટ એજન્ટ બની ગઈ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટનો બદલાયેલો અવતાર જોઈને ચાહકો ખૂબ જ ખુશ થયા હતા. લોકો ટ્વિટર પર પણ આ ફિલ્મ પર પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. 

ફિલ્મ ક્યારે રિલીઝ થશે
આલિયા ભટ્ટ અને ગેલ ગડોટની ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન' 11 ઓગસ્ટ 2023ના રોજ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થવાની છે. આલિયા ભટ્ટ અને Gal Gadotની ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'ને લઈને લોકો ટ્વિટર પર પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ