બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / health tips antibiotics awareness week 2023 know antibiotics medicine uses

એલર્ટ! / વધારે માત્રામાં એન્ટીબાયોટિક્સ દવા લેવી બની શકે છે જીવલેણ, થઇ શકે છે મોત!

Manisha Jogi

Last Updated: 04:00 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એન્ટીબાયોટિક અવેરનેસ સપ્તાહ ઊજવવામાં આવી રહ્યું છે. બેક્ટેરિયલ ઈન્ફેક્શનના ઈલાજ માટે આ દવા આપવામાં આવે છે. આ દવા બેક્ટેરિયાનો નાશ કરે છે અને તેને ફેલાતા રોકે છે.

  • એન્ટીબાયોટિક જાગૃતતા સપ્તાહ ઊજવવામાં આવી રહ્યું છે
  • બેક્ટેરિયલ ઈન્ફેક્શનના ઈલાજ માટે આ દવા આપવામાં આવે છે
  • આ દવા બેક્ટેરિયાનો નાશ કરે છે અને તેને ફેલાતા રોકે છે

 સમગ્ર વિશ્વમાં એન્ટીબાયોટિક જાગૃતતા સપ્તાહ ઊજવવામાં આવી રહ્યું છે. અમેરિકા સહિત અનેક દેશોમાં 18થી 24 નવેમ્બર સુધી એન્ટીબાયોટિક અવેરનેસ સપ્તાહ ઊજવવામાં આવી રહ્યું છે. બેક્ટેરિયલ ઈન્ફેક્શનના ઈલાજ માટે આ દવા આપવામાં આવે છે. આ દવા બેક્ટેરિયાનો નાશ કરે છે અને તેને ફેલાતા રોકે છે. 

એન્ટીબાયોટિક અવેરનેસ સપ્તાહ
અમેરિકા સહિત અનેક દેશોમાં એન્ટીબાયોટિક અવેરનેસ સપ્તાહ ઊજવવામાં આવી રહ્યું છે. આ વર્ષે આ સપ્તાહ 'Preventing Antimicrobial Resistance Together' થીમ પર આધારિત છે. એન્ટીબાયોટિક્સ વિશેની સમજ વિકસિત કરવા અને તેનો પ્રસાર કરવો તે મુખ્ય ઉદ્દેશ્ય છે. 

 એન્ટીબાયોટિક્સ દવા શું હોય છે?
જે બિમારી બેક્ટેરિયાથી ફેલાય તેના ઈલાજ માટે એન્ટીબાયોટિક્સ દવાઓ આપવામાં આવે છે. એન્ટીબાયોટિક્સથી શરદી, ફ્લૂ અને ખાંસી જેવા વાયરલ ઈન્ફેક્શનનો ઈલાજ થઈ શકતો નથી. અનેક બેક્ટેરિયા ખૂબ જ જોખમી અને વધુ હોવાને કારણે ઈમ્યૂન સિસ્ટન તે બેક્ટેરિયા યોગ્ય પ્રકારે સાફ કરી શકતી નથી. આ કારણોસર તે દૂર કરવા માટે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. 

એન્ટીબાયોટિક્સ કેવી રીતે કામ કરે છે
 એન્ટીબાયોટિક્સ એન્ટીબેક્ટેરિયલ, એન્ટીબાયોટિક જેવા પેનિસિલિન, બેક્ટેરિયાને નષ્ટ કરવાનું કામ કરે છે. આ દવાઓ બેક્ટેરિયા કોશિકાની દીવાલ તથા કોશિકા નિર્માણમાં મુશ્કેલી ઊભી કરે છે. જેથી બેક્ટેરિયા વધી શકતા નથી. 

એન્ટીબાયોટિક્સ 
 મોટાભાગના લોકો એન્ટીબાયોટિક્સ ટેબ્લેટનું સેવન કરે છે. અનેક ડોકટર ઈન્જેક્શન પણ આપી શકે છે તથા ઈન્ફેક્ટેડ એરિયા પર ડાયરેક્ટ લગાવી શકે છે. મોટાભાગની એન્ટીબાયોટિક્સ ગણતરીના કલાકોમાં કામ કરવાનું શરૂ કરે છે. ઘણા ડોકટર કોર્સ પૂરો કરવાની સલાહ આપે છે, જેથી બેક્ટેરિયા ફરી ઉત્પન્ન ના થઈ શકે.

ડોકટરની સલાહ વગર એન્ટીબાયોટિક્સ ના લેવી
WHO અનુસાર ડોકટરની સલાહ વગર એન્ટીબાયોટિક્સ ના લેવી જોઈએ, નહીંતર નુકસાન થઈ શકે છે. ડોકટરની સલાહ વગર એન્ટીબાયોટિક્સ લેવાને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને દર્દીનું મોત થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ