બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health surprising health benefits of curd rice

Health / વજનને મેન્ટેઈન કરવા માટે બેસ્ટ છે દહીં-ભાત, જાણો પાંચ ગજબ ફાયદા

Vikram Mehta

Last Updated: 03:00 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકો હળવા ખોરાક તરીકે દહીં અને ભાતનું સેવન કરે છે. દહીં ભાત હળવો ખોરાક હોવાની સાથે સાથે ટેસ્ટી પણ હોય છે. આ હળવો ખોરાક હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

  • અનેક લોકો હળવા ખોરાક તરીકે દહીં અને ભાતનું સેવન કરે છે
  • દહીં ભાત હળવો ખોરાક હોવાની સાથે સાથે ટેસ્ટી હોય છે
  • હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે દહી અને ભાત

જ્યારે પણ હળવા ખોરાકની વાત થાય ત્યારે સૌથી પહેલા ખીચડીનું નામ લેવામાં આવે છે. અનેક લોકો હળવા ખોરાક તરીકે દહીં અને ભાતનું સેવન કરે છે. દહીં ભાત હળવો ખોરાક હોવાની સાથે સાથે ટેસ્ટી પણ હોય છે. આ હળવો ખોરાક હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

દહીં અને ભાતના ફાયદા
નિયમિતરૂપે દહીં અને ભાતનું સેવન કરવાથી અનેક બિમારીઓથી બચી શકાય છે. જે બિમારીનું કારણ બનતા બેક્ટેરિયા સામે લડે છે. પાચનતંત્ર અને ઈંટેસ્ટાઈનલ ટ્રેક્ટ સુરક્ષિત રહે છે. 

ગટ હેલ્થ માટે હેલ્ધી
જે લોકોને પાચનતંત્રની તકલીફ હોય તેમણે દહીં અને ભાતનું સેવન કરવું જોઈએ. દહીંનાં રહેલ પ્રોબાયોટિકથી પાચનતંત્ર સારું કામ કરે છે, બેક્ટેરિયાની સંરચનામાં સુધારો કરે છે. પ્રોબાયોટિક્સથી પેટની સમસ્યાથી રાહત મળે છે. 

હાડકાં અને દાંત માટે ફાયદાકારક
દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જેથી હાડકાં અને દાંત મજબૂત રહે છે. હાડકાં અને દાંતની મજબૂતી માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. 

વેઈટ મેનેજમેન્ટ
જો તમે પણ વજન મેઈન્ટેઈન કરવા માંગો છો, તો દહીં અને ભાતનું સેવન જરૂરથી કરવું જોઈએ. દહીમાં રહેલ પ્રોબાયોટિક્સથી મેટાબોલિઝમમાં સુધારો થાય છે, જેથી વજન મેઈન્ટેઈન રહે છે. દહીંમાં રહેલ પ્રોટીન અને કેલ્શિયમતી ભૂખ કંટ્રોલમાં રહે છે. 

ભરપૂર પોષણ
દહીં ભારત ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે. દહીં અને ભાતમાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો હોય છે. દહીમાં રહેલ પ્રોટીનથી માંસપેશીઓ મજબૂત બને છે. એનર્જીમાં વધારો થાય છે. 

વધુ વાંચો: અંજીર ભાવતા હોય તો આ રીતે પલાળીને ખાઓ: મળશે 6 જબરદસ્ત ફાયદા, હાડકાંઓ થશે મજબૂત

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

સંકળાયેલા મુદ્દાઓ

Curd Rice curd rice benefits dahi bhaat health news in Gujarati દહીં ભાત દહીં ભાત ફાયદા દહીં ભાત બેનેફિટ્સ Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ