બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / benefits of eating soaked fig bones cures constipation boost fertility
Last Updated: 01:45 PM, 27 January 2024
ADVERTISEMENT
અંજીરને હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. અંજીરમાં આયર્ન, ફાઈબર, મેંગેનીઝ, ઝિંક એન્ટી-ઓક્સિડેન્ટ્સ, મેગ્નેશિયમ સહિત અન્ય પોષકતત્ત્વો હોય છે. અંજીરને પલાળીને તેનું સેવન કરવાથી શરીરને ફાયદો થાય છે. વજન ઓછુ થઈ શકે છે તથા પાચનશક્તિમાં સુધારો થઈ શકે છે.
અંજીરના ફાયદા
અંજીરમાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો તથા મિનરલ્સ છે. રિપ્રોડક્ટીવ હેલ્થ માટે આયર્ન, ફાઈબર, મેંગેનીઝ, ઝિંક એન્ટી-ઓક્સિડેન્ટ્સ, મેગ્નેશિયમ જરૂરી છે. મહિલાઓએ અંજીરનું સેવન જરૂરથી કરવું જોઈએ. અંજીરનું સેવન કરવાથી હોર્મોનલ ઈમ્બેલેન્સ, પોસ્ટ મેનોપોઝ સહિત અન્ય પ્રોબ્લેમથી રાહત મળે છે.
ADVERTISEMENT
અંજીરમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. જેથી અંજીરનું સેવન કરવાથી એસિડ બ્લડ શુગર લેવલમાં ઘટાડો થાય છે. પલાળેલા અંજીરનું સેવન કરવાથી ટાઈપ 2 ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. સ્મૂધી, સલાડ, ઓટ્સ, કોર્નફ્લેક્સમાં અંજીર એડ કરીને તેનું સેવન કરી શકો છો.
કબજિયાતની સમસ્યા હોય તો પલાળેલા અંજીરનું સેવન કરવું જોઈએ. અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાને કારણે કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
ADVERTISEMENT
હેલ્ધી હાડકાં માટે અંજીરને ડાયટમાં જરૂરથી શામેલ કરવા જોઈએ. હેલ્ધી હાડકાં માટે કેલ્શિયમ જરૂરી છે. શરીર કેલ્શિયમનું નિર્માણ કરી શકતું નથી, આ કારણોસર હાડકાં મજબૂત રહે તે માટે કેલ્શિયમથી ભરપૂર ખાદ્ય પદાર્થનું સેવન કરવું જોઈએ. દૂધ, દહીં, સોયા મિલ્ક, લીલા શાકભાજીની સાથે અંજીરનું સેવન કરવું જોઈએ.
પલાળેલા અંજીરમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબરથી ભરપૂર હોય છે. ફાઈબરથી પેટ ભરેલું રહે છે, જેથી એક્સ્ટ્રા કેલરી, ફેટ યુક્ત વસ્તુઓનું સેવન કરતા નથી. હાઈ ફાઈબરથી ભરપૂર ફૂડનું સેવન કરવાથી વજન વધતું નથી.
ADVERTISEMENT
પલાળેલા અંજીરનું સેવન કરવાથી હાઈ બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાન સામે રક્ષણ આપે છે. બ્લડપ્રેશર લેવલ જળવાઈ રહે છે. હાર્ટ હેલ્થ સારી રહે છે અને કોરોનરી આર્ટરીઝ બ્લોક થવાથી રોકે છે.
વધુ વાંચો: પગમાંથી આવતી દુર્ગંધને ભૂલથી પણ નજરઅંદાજ ન કરતા, નહીં તો આ બિમારીઓ ઘર કરી જશે
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.