બ્રેકિંગ ન્યુઝ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
VTV / ગુજરાત / રાજકોટ / કોઇકે 3 લાખ ખર્ચ્યા, ક્યાંક ઢોલ-નગારા સાથે એન્ટ્રી મારી, તો રાજકોટમાં સાફા સાથે લોકો પહોંચ્યા મતદાન કરવા
Last Updated: 03:12 PM, 7 May 2024
મતદાન કેન્દ્ર પર ચૂંટણી પંચની ભૂલ સામે આવી છે. પત્નિનું મતદાન કેન્દ્ર રાયસણ તો પતિનું મતદાન કેન્દ્ર મોટેરા છે. 2 મહિનાં પહેલાં જ અમદાવાદનાં બોપલથી ટ્રાન્સફર થયેલા મતદારોમાં ભૂલ સામે આવી હતી. પતિ-પત્નિનાં મતદાન કેન્દ્ર અલગ તો પુત્રીનું મતદાર યાદીમાં નામ ન ચઢી શક્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
બનાસકાંઠામાં એનઆરઆઈ યુવતીએ મતદાન કર્યું હતું. અમેરિકાથી મતદાન કરવા માટે યુવતી માદરે વતન પહોંચી હતી. ડીસાની ગુલબાનીનગર પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. પોતાનાં એક મત માટે ત્રણ લાખની ટિકિટનો ખર્ચ કરી યુવતી મતદાન કરવા આવી હતી. ડીસામાં અમેરિકાથી મતદાન કરવા માટે આવેલી યુવતીનું પોલિંગ બુથ પર સ્વાગત કરાયું હતું.
ખેડામાં વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતોએ મતદાન કર્યું હતું. સંતોએ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું હતું. સંતોએ પ્રેકર મતદાન કરી લોકોને મતદાન કરવા અપિલ કરી હતી.
ખેડામાં દિવ્યાંગે મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. દિવ્યાંગ ડાન્સ માસ્ટર તુષાર વર્માએ મત આપ્યો હતો. સેવાલિયા ગામની પ્રાથમિક શાળામાં તુષાર વર્માએ મતદાન કર્યું હતું. તુષાર વર્માં ગરીબ બાળકોને મફતમાં ડાન્સ શીખવે છે.
રાજકોટનાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. કેસરી ઝભ્ભા અને કેસરી સાફા સાથે લોકોએ મતદાન કર્યું હતું. શ્રી રાજ રેસિડેન્સીનાં લોકોએ ઢોલ નગારા સાથે મતદાન કર્યું હતું. ધારાસભ્ય રમેશ ટીલાળા, ભરત બોઘરા અને પરેશ ગજેરાએ મતદાન કર્યું હતું.
બોટાદ ખાતે મહિલા સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. મહિલાઓ દ્વારા આ મતદાન મથકને શણગારવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા મહિલા સંચાલિત મતદાન મથકમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી.
મહિસાગરનાં લુણાવાડા ખાતે મોડેલ મતદાન મથક બનાવવામાં આવ્યું છે. જ્યાં મત આપવા આવતી મહિલાઓ સાથે બાળકોને લઈને આવતી હોય છે. ત્યારે બાળકોને રમવા માટેની વ્યવસ્થા પણ મતદાન મથક પર કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT