બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health small cloves big benefits 9 disease will solved immediately
ADVERTISEMENT
દરેક લોકોના રસોડામાં મળી આવતા લવિંગને આયુર્વેદમાં ગુણોની ખાણ કહેવામાં આવ્યું છે. લવિંગનું ફૂલ, લવિંગનું તેલ, લવિંગનો પાઉડર શરીરની દરેક મુશ્કેલીઓને દૂર કરે છે. આટલું જ નહીં આ લવિંગ પુરૂષોમાં સ્પર્મ કાઉન્ટ વધાવવા માટે પણ ફાયદાકારક છે.

ADVERTISEMENT
લોકોમાં પ્રોટીન, આયર્ન, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને હાઈડ્રોક્લોરિક એસિડ ભરપૂર હોય છે. શરદી-ખાંસીથી લઈને બીજી પણ ઘણી સમસ્યાઓમાં લોકો તેનો ઉપયોગ કરે છે.
પેટની મુશ્કેલીઓ કરે છે દૂર
જો તમે ગેસ, અપચો, કોંસ્ટીપેશન કે એસિડિટીથી પરેશાન છો તો લવિંગ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સવારે ખાલી પેટે એક ગ્લાસ પાણીમાં થોડા ટીંપા લવિંગના તેલના નાખી પીવો. તેનાથી આરામ મળશે. આ નિયમિત કરવાથી સમસ્યા ખતમ થઈ જાય છે.
ADVERTISEMENT
ચહેરાના દાગ-ધબ્બા થશે દૂર
ચહેરાના દાગ-ધબ્બાને દૂર કરવામાં લવિંગ ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે લવિંગના પાઉડરને કોઈ ફેસ પેક કે પછી બેસન કે મધની સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ દૂર થશે. આ ચહેરાના મેલને કાપે છે. જોકે લવિંગના પાઉડરનો સીધો ચહેરા પર ઉપયોગ ન કરો.
.jpg)
ADVERTISEMENT
વાળ બની જશે સિલ્કી
જો તમારા વાળ ડ્રાય કે રફ છે તો લવિંગને થોડા પાણીમાં ગરમ કરી તેનાથી વાળ ધુઓ. તેનાથી વાળ મજબૂત બનશે. તમે ઈચ્છો તો લવિંગના તેલને નારિયેળના તેલમાં મિક્સ કરીને માલિક પણ કરી શકો છો.
શરદી ખાંસી માટે રામબાણ
શરદી ખાંસીની સમસ્યામાં મોંઢામાં આખું લવિંગ રાખવાથી ગળામાં થતા દુખાવાથી આરામ મેળે છે સાથે જ ગરમ પાણીમાં એક ટીંપુ લવિંગનું તેલ નાખીને વરાળ લો તો રાહત મળશે.
ADVERTISEMENT

મોંઢાથી નહીં આવે દુર્ગંધ
મોંઢાથી દુર્ગંધ આવે છે તો લવિંગ ખાવાનું શરૂ કરી દો. લગભગ 40થી 45 દિવસ સુધી દરરોજ સવારે મોંઢામાં એક કે બે લવિંગનું સેવન કરવાથી આ સમસ્યામાંથી મુક્તિ મળશે.
ADVERTISEMENT
વધશે સ્પર્મ કાઉન્ટ
વિટામિન, ફ્લેવોનોઈડ, એલ્કલાઈડ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનથી ભરપૂર લવિંગ પુરૂષોમાં શુક્રાણીઓની સંખ્યા વધવામાં ખૂબ જ અસરદાર છે. જે પુરૂષોને આવી સમસ્યા હોય તે દરરોજ 4 લવિંગ તો જરૂર ખાય.

સાંધાના દુખાવામાં મળશે આરામ
લવિંગનું તેલ સાંધામાં થતા દુખાવાને દૂર કરે છે. આ તેલને લગાવવાથી હાડડા મજબૂત થાય છે. લવિંગના તેલમાં ઓલિવ ઓયલ મિક્સ કરીને દુખાવા વાળી જગ્યા પર મસાજ કરો.
માથાનો દુખાવામાં પણ આરામ
માઈગ્રેન, શરદી કે ટેન્શનના કારણે થતા માથામાં દુખાવામાં લવિંગનો ઉપયોગ સૌથી સારો માનવામાં આવે છે. લવિંગના તેલથી ખૂબ જલ્દી આરામ મળે છે. એક કપડા કે ટિશુમાં લવિંગના તેલના અમુક ટીંપા નાખો. તેને માથા પર મુકી 15 મિનિટ મુકી રાખો. ઓલિવ ઓયલ, નારિયેળ તેલ, સમુદ્રી મીઠુ 1-1 ચમચી લો. તેમાં અમુક ટીંપા લવિંગના તેલને નાખો. તેનાથી માથાને મસાજ કરો. આરામ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.