બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / health six food items you should avoid during anxiety

હેલ્થ / જો તમે છો Anxietyના શિકાર તો સાવધાન! ભૂલથી પણ ન ખાતા આ ચીજવસ્તુઓ, આજથી ડાયટમાંથી કરો OUT

Bijal Vyas

Last Updated: 02:36 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા આહારની આપણા સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડે છે. યોગ્ય ખાનપાન આપણને સ્વસ્થ બનાવે છે, તો ખોટું ખાવાથી આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.

  • ફ્રૂટ જ્યુસને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે
  • કોફી અથવા ચા જેવા કેફીનયુક્ત પીણાંથી દૂર રહેવું જોઈએ
  • આર્ટિફિશિયલ ધરાવતી ખાદ્ય વસ્તુઓ મૂડમાં ફેરફાર અને ઊંઘમાં વિક્ષેપ લાવી શકે છે

Anxiety Diet: આ દિવસોમાં ઘણા લોકો તણાવ અને ચિંતાનો શિકાર છે. કામના ભારણ અને બદલાતી લાઇફસ્ટાઇલએ આપણા જીવન પર અસર કરવાનું શરૂ કર્યું છે, જે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. આપણા આહારની આપણા સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડે છે. યોગ્ય ખાનપાન આપણને સ્વસ્થ બનાવે છે, તો ખોટું ખાવાથી આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.

આવી સ્થિતિમાં, જો તમે તણાવ અથવા ચિંતાનો શિકાર છો, તો તમારે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કેટલીક ખાદ્ય ચીજો વિશે જણાવીશું જે તમારે તણાવ કે ચિંતા દરમિયાન બિલકુલ ન ખાવુ જોઈએ.

Topic | VTV Gujarati

ફ્રૂટ જ્યૂસ
ફ્રૂટ જ્યુસને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ ઘણીવાર ચિંતામાં ન પીવાની સલાહ આપવામાં આવે છે. ખરેખર, ચિંતામાં તેને પીવાથી વ્યક્તિ થાકી શકે છે.

કેફીન
જો તમે ચિંતાનો શિકાર છો, તો તમારે કોફી અથવા ચા જેવા કેફીનયુક્ત પીણાંથી દૂર રહેવું જોઈએ. હકીકતમાં, તેમને પીવાથી ઉર્જા વધે છે અને ઊંઘમાં ખલેલ પડે છે. તેથી, જ્યારે ચિંતા થતી હોય ત્યારે કેફીન પીવાનું ટાળવું જોઈએ.

ડીપ ફ્રાઇડ ફૂડ
ડીપ ફ્રાઈડ ફૂડ આઇટમ્સમાં સોડિયમ મોટા પ્રમાણમાં હોય છે, જે ન્યુરોલોજીકલ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. તેથી, જ્યારે ચિંતા થતી હોય ત્યારે તળેલા ખોરાકનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.

Topic | VTV Gujarati

આર્ટિફિશિયલ શુગર 
આર્ટિફિશિયલ ધરાવતી ખાદ્ય વસ્તુઓ મૂડમાં ફેરફાર અને ઊંઘમાં વિક્ષેપ લાવી શકે છે. આ જ કારણ છે કે, ચિંતાથી પીડિત વ્યક્તિએ તેનાથી દૂર રહેવું જોઈએ.

દારુ
આલ્કોહોલનું સેવન એન્જાયટી પીડાતા લોકો માટે લાલચ હોઈ શકે છે, પરંતુ તે મૂડ સ્વિંગનું કારણ બની શકે છે અને કોગ્નેચિવ અને યાદશક્તિને અસર કરી શકે છે.

બહુત વધારે ગળ્યુ
વધુ પડતો ખાંડવાળો ખોરાક અથવા પીણાં લેવાથી મગજના ન્યૂરોન્સ અને સિનેપ્સ પર નકારાત્મક અસર પડે છે અને તેથી ચિંતાની સ્થિતિમાં આવી ફૂડ આઇટમ્સ ટાળવી જોઈએ.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ