બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / health five herbs that reduced high blood pressure naturally how to control hypertension

ટિપ્સ / મિનિટોમાં હાઈ બીપીને કંટ્રોલમાં લાવી દેશે કિચનમાં રાખેલી આ 5 ચીજ, જુઓ લિસ્ટ

Manisha Jogi

Last Updated: 09:32 AM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈ બીપીની સમસ્યામાં નિયમિતરૂપે દવા લેવાની રહે છે. કેટલીક પ્રાકૃતિક જડીબુટ્ટીની મદદથી હાઈ બીપી ઓછું થઈ શકે છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • અયોગ્ય લાઈફસ્ટાઈલને કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા
  • બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે હાર્ટ એટેકનું જોખમ
  • પ્રાકૃતિક જડીબુટ્ટીની મદદથી હાઈ બીપી ઓછું થઈ શકે છે

અયોગ્ય લાઈફસ્ટાઈલને કારણે હાઈ બ્લડ પ્રેશર તથા અનેક સમસ્યાઓ થઈ રહી છે. WHO અનુસાર 1.28 અરબ લોકોને બ્લડપ્રેશરની સમસ્યા છે, પરંતુ મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે, તેમને હાઈ બીપી અથવા હાઈપરટેન્શનની સમસ્યા છે. હાઈ બીપીને કારણે હાર્ટ, બ્રેઈન, કિડની તથા અન્ય બિમારીઓ થવાનું જોખમ વધી જાય છે. બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. હાઈ બીપીની સમસ્યામાં નિયમિતરૂપે દવા લેવાની રહે છે. કેટલીક પ્રાકૃતિક જડીબુટ્ટીની મદદથી હાઈ બીપી ઓછું થઈ શકે છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

તુલસીના પાન- લગભગ તમામ ભારતીયોના ઘરમાં તુલસીનો છોડ હોય છે. તુલસીના પાન ચાવીને ખાવાથી હાઈ બીપી ઓછુ થઈ શકે છે. તુલસીમાં રહેલ પ્લાન્ટ બેઝ્ડ કંપાઉડને કારણે બીપી નોર્મલ થઈ જાય છે. 

અજમો- અજમામાં આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ તથા ફાઈબર સહિત અન્ય પોષકતત્ત્વો રહેલા છે. કેલ્શિયમને નેચરલી બ્લૉક કરી દે છે, જેથી હાઈ બ્લડપ્રેશર ઓછું થઈ જાય છે. 

બ્રાહ્મી- આયુર્વેદ અનુસાર બ્રાહ્મી ખૂબ જ ગુણકારી છે. બ્રાહ્મીના પાન અને મૂળમાં અનેક ઔષધીય ગુણ રહેલા છે. આયુર્વેદ અનુસાર બ્રાહ્મીથી અનેક બિમારીઓનો ઈલાજ કરવામાં આવે છે. બ્રાહ્મીથી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક પ્રેશર ઓછું થાય છે. બ્રાહ્મીમાં રહેલ નાઈટ્રિક એસિડના કારણે બ્લડ વેસલ્સ રિલેક્સ રહે છે, જેથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. 

લસણ- લસણ અનેક બિમારીઓ દૂર કરવામાં લાભદાયી છે. લસણમાં રહેલ સલ્ફર કંપાઉડ એલિસિની બ્લડ ફ્લોમાં વૃદ્ધિ કરે છે, જેથી લોહીની ધમનીઓ પર વધુ પ્રેશર આવતું નથી, જેથી બ્લડ પ્રેશર નેચરલી ઓછું રહે છે. 

તજ- તજ સુગંધિત ભારતીય મસાલો છે, જેની ચાલનો ઉપયોગ કરવામાં આવે છે. સદીઓથી હાઈ બ્લડ પ્રેશના ઈલાજ માટે તજનો ઉપયોગ કરવામાં આવે છે. તજમાં રહેલ કંપાઉડ સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક પ્રેશર ઓછું કરે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ