બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ચેતતા નર સદા સુખી! ચોમાસામાં નહીં પડો બીમાર! આ રોગોને ઓળખો અને આટલી સાવચેતી રાખો

હેલ્થ / ચેતતા નર સદા સુખી! ચોમાસામાં નહીં પડો બીમાર! આ રોગોને ઓળખો અને આટલી સાવચેતી રાખો

Last Updated: 08:25 PM, 25 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદની ઋતુ આવતાની સાથે અમુક બીમારીઓનું પ્રમાણ ખૂબ વધી જાય છે. ચાલો જાણીએ આ ઋતુમાં કઈ બીમારી વધી જાય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ.

ભીષણ ગરમી બાદ હવે વરસાદની સીઝન શરુ થતા લોકોને રાહત મળી છે. આ ઋતુ સુખદ છે પણ આ ઋતુ પોતાની સાથે અનેક બીમારી લઈને આવે છે. વરસાદની ઋતુ આવતાની સાથે જ લોકો બીમાર પડવા લાગે છે. કારણ કે વરસાદની ઋતુમાં ઇન્ફેક્શન ઝડપથી ફેલાય છે. આ ઋતુમાં ભેજ અને સ્થિર પાણીમાં વધતા જંતુઓને કારણે લોકો બીમાર થવા લાગે છે. આ ઋતુમાં લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ કાળજી રાખવાની જરૂર હોય છે કારણ કે વાયરલ ફીવર, શરદી અને ખાંસી જેવી બીમારી ફેલાવાનો ભય રહે છે. વરસાદની ઋતુમાં વાયરસથી બચવા માટે આપણે ખાતા પહેલા ખાદ્ય પદાર્થો, ખાસ કરીને ફળો અને શાકભાજી ધોવા જોઈએ. આ ઋતુમાં કયા રોગો વધુ ફેલાય છે તે જાણીએ.

  • વાયરલ ફીવર
    ચોમાસાની ઋતુમાં વાયરસના ફેલાવાને કારણે વાયરલ ફીવર આવે છે. તેનાથી હળવાથી લઈને તેજ ફીવર, માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યાઓ થાય છે. તેનાથી બચવા માટે આપણે પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ જેથી આપણું શરીર મજબૂત બને.
  • શરદી અને ખાંસી

વરસાદ દરમિયાન હવામાન થોડું ઠંડુ થઈ જાય છે જેના કારણે શરદી, ખાંસી અને નાકમાંથી પાણી નીકળવું જેવી સમસ્યાઓ વધે છે. આથી આપણે ઠંડુ પાણી ન પીવું જોઈએ. તમારે તમારા ખાવા-પીવાની આદતો પર પણ ધ્યાન આપવું જોઈએ. દહીં અને છાશ જેવી વસ્તુઓથી પણ દૂર રહેવું જોઈએ.

app promo4
  • કોલેરા

આ બીમારી આપણી ખરાબ ખાવાની આદતોને કારણે થાય છે. આ ઋતુમાં ખાદ્ય પદાર્થોમાં બેક્ટેરિયા ઝડપથી બને છે, જેના કારણે આ બીમારી થઈ શકે છે. તેનાથી બચવા માટે સ્વચ્છ પાણી પીવો. તેમજ તમારા શરીરને સ્વચ્છ રાખો.

વધુ વાંચો : બિસ્તર પર જતાં દેખાય આ લક્ષણો તો હાર્ટ, લિવર અને કિડની પર જોખમ, તરત દોડજો ડોક્ટર પાસે

  • ટાઇફોઇડ

આ બીમારી બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. આ બીમારીમા તાવ, માથાનો દુખાવો, પેટમાં દુખાવો અને નબળાઈ જેવા લક્ષણો જોવા મળે છે. ટાઇફોઇડથી બચવા માટે વરસાદની ઋતુમાં ઉકાળેલું પાણી પીવું જોઈએ. ગરમ ખોરાક ખાવો જોઈએ. તમારી આસપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Typhoid Monsoon Viral Infection
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ