બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health concentration power tips to improve your focus
Last Updated: 09:25 PM, 4 February 2024
ADVERTISEMENT
શું ક્યારેય એવું બને છે કે, તમે કોઈ કામ કરતા કરતા અચાનક ડિસ્ટ્રેક્ટ થઈ જાવ છો અથવા વિચારો આવવા લાગે છે? આજના સમયમાં કોઈપણ વ્યક્તિ એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી. સતત સ્ક્રીન સામે રહેવાને કારણે તથા અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે આ સમસ્યા થઈ શકે છે. અહીંયા અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.
મલ્ટિટાસ્કિંગ ટાળો
ઘણી વખત એકસાથે એકથી વધુ કામ કરવામાં આવે છે. જેના કારણે તમારું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત થઈ શકતું નથી અને તમામ કામ કરવામાં મોડુ થઈ શકે છે. ઉપરાંત ભૂલો થવાની શક્યતાઓ વધુ રહે છે. આ કારણોસર એક સમયે એક જ કામ કરવું જોઈએ, એકથી વધુ કામ ના કરવું જોઈએ.
ADVERTISEMENT
એકાગ્રતા
ધ્યાન કરતા સમયે તમારી આંખો બંધ કરીને તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. જેથી એકાગ્રતા વધે છે. દરરોજ થોડો સમય ધ્યાન કરવાની કોશિશ કરો. તમારા ઘરમાં કે બહાર શાંતિપૂર્ણ જગ્યાએ બેસીને ધ્યાન કરો. દરરોજ 10 મિનિટ ધ્યાન કરીને તમારા દિવસની શરૂઆત કરો.
કસરત કરવી
આખો દિવસ એક જગ્યાએ બેસી રહેવાથી બ્રેઈન હેલ્થ પર નકારાત્મક અસર થાય છે. આ કારણોસર લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી ના રહેવું, થોડા થોડા સમયે બ્રેક લેવો. દિવસમાં 30 મિનિટ કસરત કરો. ફિઝિકલી એક્ટીવ રહેવાથી એકાગ્રતામાં સુધારો થાય છે.
ADVERTISEMENT
પૂરતી ઊંઘ લેવી
સૂતા સમયે મન શાંતચિત રહે છે. આ કારણોસર પૂરતી ઊંઘ લેવાની કોશિશ કરો. જેથી મગજ યોગ્ય રીતે કામ કરી શકે છે અને કામમાં કોઈ મુશ્કેલી આવતી નથી.
વધુ વાંચો: ફ્રિજમાં અજાણતા પણ ન રાખતા આ 6 વસ્તુ, નહીંતર જઈ શકે છે જીવ, ઝેર જેવું કરશે કામ
ADVERTISEMENT
ડિસ્ટ્રેક્ટ ના થવું
ઘણીવાર કામ કરતા સમયે ફોન ચેક કરવાની અને સોશિયલ મીડિયા યૂઝ કરવામાં આવે છે. જેના કારણે કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાતું નથી. આ કારણોસર કામ કરતા સમયે ફોનનો ઉપયોગ ના કરવો.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT