બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / health care tips side effects of keeping phone near head while sleeping know more

ચેતજો / મોબાઈલને બાજુમાં લઈને સૂતા લોકો કરી રહ્યા છે બહુ મોટી ભૂલ, સાઈડ ઈફેક્ટ જાણીને આંખો પહોળી થઈ જશે

Arohi

Last Updated: 12:16 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઈલ માથાની નજીક રાખવો ઘાતક સાબિત થઈ શકે છે. તેનાથી નિકળતા રેડિએશનના કારણે લાંબા સમય સુધી સેલ ફોનને માથાની નજીક રાખવાથી ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

  • ફોનને માથાની પાસે રાખવાથી થઈ શકે સમસ્યા 
  • માથાની નજીક ફોન રાખવો બની શકે ઘાતક 
  • જાણો તેના સાઈડ ઈફેક્ટ્સ વિશે 

આપણામાંથી ઘણા લોકો એવા છે જેમને સુતી વખતે પણ મોબાઈલ ફોનને દૂર રાખવાનું પસંદ નથી. લોકો મોબાઈલને કાં તો તકિયાની નીચે અથવા પલંગની નજીક રાખે છે. આવું કરવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જેમાંથી સૌથી સામાન્ય કારણ ઈન્ટરનેટ બ્રાઉઝ કરતી વખતે સુઈ જવું છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું તમારૂ સ્વાસ્થ્યને બગાડવાનું કામ કરી રહ્યું છે. પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર, 65% પુખ્ત વયના લોકો અને 90% કિશોરો તેમના ફોન ચાલુ રાખીને સુવે છે.

સવારે થાક અને ખરાબ મૂડનું કારણ છે સ્માર્ટફોન
પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું તમારા માટે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે થાકેલા અને ખરાબ મૂડમાં જાગી જાઓ છો, તો તેની પાછળનું કારણ તમારો સ્માર્ટફોન છે.

તમે સાંભળ્યું જ હશે કે સૂતા પહેલા બ્લુ-લાઇટ સ્ક્રીનનો ઉપયોગ કરવાથી તમારી ઊંઘમાં ખરાબ થઈ શકે છે. પરંતુ તેમાં બીજુ પણ ઘણુ બધુ છે. ચાલો જાણીએ કે તમારો ફોન કેવી રીતે સાયલન્ટ કિલર બનીને તમારું સ્વાસ્થ્ય બગાડવાનું કામ કરી રહ્યો છે.

ફોન સાથે રાખીને સુવુ બની શકે ખતરનાક 
મોબાઈલ ફોન હાનિકારક રેડિયેશન ફેંકે છે. જે તમારા મગજને નુકસાન પહોંચાડે છે. જેના કારણે તમે માથાનો દુખાવો, મસલ્સમાં દુખાવો અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અનુભવ કરી શકો છો.

ફોન રેડિએશનના આ છે નુકસાન 
મોબાઇલ ફોનનું રેડિયેશન ઇરેક્ટાઇલ ડિસફંક્શન સાથે જોડાયેલું છે. આ ઉપરાંત, તમારા સેલ ફોનમાંથી નીકળતો વાદળી પ્રકાશ ઉંઘ ઉત્પન્ન કરતા હોર્મોનના ઉત્પાદનને પણ અસર કરી શકે છે, જેને મેલાટોનિન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે  બોડી ક્લોકને પણ નુકસાન કરે છે. જેના કારણે સુવામાં મુશ્કેલી પડી શકે છે. 

શું કહે છે WHO? 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ફોનથી નિકળતા આરએપ રેડિએશનને ગ્લિયોમા, એક પ્રકારના મગરના કેન્સરને વધારતા જોખમના આધાર પર મનુષ્યો માટે કાર્સિનોજેનિકના રૂપમાં વર્ગીકૃત કર્યું છે. 

સુતી વખતે કેટલો દૂર હોવો જોઈએ ફોન? 
જેમ જેમ તમે ફોનને દૂર કરો છો રેડિયો ફ્રિકવન્સી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડની તાકાત જે ફોન સાથે જોડાયેલી છે તે ઘણી ઓછી થઈ જાય છે. કોઈ ચોક્કસ અંતરનું સ્કેલ આપવામાં આવ્યું નથી, પરંતુ ગંભીર પરિણામો ટાળવા માટે તેને ઓછામાં ઓછા ત્રણ ફૂટ રાખવાની સલાહ આપવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Health Care Tips Side Effects phone sleeping સ્માર્ટ ફોન Smartphone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ